બેંગ્લોર – આઇટી કંપની માઈક્રોસોફ્ટ ભારતમાં ક્લાઉડ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે 3 અબજ ડોલરનું રોકાણ કરશે, એમ કંપનીના ચેરમેન અને સીઇઓ સત્યા નડેલાએ મંગળવારે જણાવ્યું હતું.
ભારતમાં અદભૂત ગતિશીલતા છે જ્યાં લોકો બહુઆયામી પ્રણાલીઓ લાવવા આતુર છે.
“અમારી કંપની એઝ્યોરને વિસ્તૃત કરવા માટે 3 અબજ ડોલરનું વધારાનું રોકાણ કરીને અમે ભારતમાં અત્યાર સુધીમાં કરેલા સૌથી મોટા વિસ્તરણની જાહેરાત કરતા હું ખરેખર ઉત્સાહિત છું.” તેવું શ્રી નાડેલાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે કંપની ભારતમાં ઘણું પ્રાદેશિક વિસ્તરણ કરી રહી છે.