અયોધ્યા રામમંદિર નિર્માણ સમીતીની મંગળવારે યોજાયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં મહાકુંભથી રામલલાના દર્શન કરવા આવનાર લાખોની ભીડને થતા અનેક ભાગોમાં નિર્માણનું કાર્ય પાંચ ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ સાથે જ પરિસરમાં 20 એકરમાં બોટનિકલ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે.
મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રે જણાવ્યું હતું કે જેટલા પણ કામ પુરા થઈ ગયા છે તેને નિર્માણ કંપની 15 દિવસમાં ટ્રસ્ટને સોંપી દેશે. તેમણે જણાવ્યું હતું કે માર્ચ સુધીમાં પ્રથમ માળ પર રામ દરબારની મૂર્તિઓને સ્થગીત કરવામાં આવશે. બીજા માળે ગર્ભગૃહમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રામાયણ રાખવામાં આવશે.
નૃપેન્દ્ર મિશ્રે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં મહાકુંભના કારણે અહીં રોજના ત્રણ લાખ શ્રદ્ધાળુઓની ભીડ રામલલાના દર્શને પહોંચે છે. આગળ મુખ્યતિથિએ ભીડ 10 લાખે પહોંચી જવાની સંભાવના છે.
ખાસ કરીને મૌની અમાસ અને વસંત પંચમીએ ભીડ 10 લાખની થવાનું અનુમાન છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાના કારણે રામમંદિરમાં કેટલાક સ્થળે નિર્માણ કાર્ય 4 ફેબ્રુઆરી સુધી રોકી દેવાયુ છે.