જ્યારે જજોને સેલેરી આપવાની વાત આવે છે તો સરકારો નાણાકીય સંકટની વાત કરે છે.’ આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટની એક બેન્ચે કરી, જે જજોના વેતન મામલે સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું કે, ‘રાજ્યની પાસે મફતની રેવડીઓ વહેંચાવ માટે પૈસા છે, પરંતુ જજોની સેલેરી-પેન્શન આપવા માટે નથી. એસસી બેન્ચે દિલ્હી ચૂંટણીમાં કરવામાં આવેલી જાહેરાતોનો પણ ઉલ્લેખ કર્યો જ્યાં કોઈ 2100 તો કોઈ 2500 રૂપિયા આપવાની વાત કરી રહ્યા છે.’
સુપ્રીમ કોર્ટમાં ઓલ ઈન્ડિયા જજ્સ એસોસિએશને 2015માં જજોની સેલેરી અને રિટાયરમેન્ટ બેનિફિટ્સને લઈને અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘જજોને સમય પર વેતન નથી મળી રહ્યું. રિટાયરમેન્ટ બાદ મળનારા બેનિફિટ્સથી પણ જજ બાકાત રહે છે.’ આ મામલે સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહે કરી.
એસસી બેન્ચે કહ્યું કે, ‘જ્યારે જજોની સેલેરી આપવાની વાત આવે છે તો રાજ્ય નાણાકીય સંકટની વાત કરે છે, પરંતુ જ્યારે ચૂંટણી આવે છે તો તેઓ લાડલી બહેના અને આવી અન્ય યોજનાઓ લાગૂ કરવાના વચનો આપે છે.’ બેન્ચે કહ્યું કે, ‘જો દિલ્હીમાં પણ જોઈએ તો અહીં પણ પાર્ટીઓ કહી રહી છે કે, જો સત્તામાં આવ્યા તો 2100 રૂપિયા, 2500 રૂપિયા આપીશું.’
સુપ્રીમ કોર્ટ બેન્ચે શું કહ્યું?
જસ્ટિસ ગવઈએ ટિપ્પણી કરી કે, ‘રાજ્યની પાસે તે લોકો માટે સારા પૈસા છે જે કોઈ કામ નથી કરતા. જ્યારે અમે નાણાકીય સંકટની વાત કરે છે તો આપણે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. ચૂંટણી આવતા જ તમે લાડલી બહેના અને અન્ય નવી યોજનાઓની જાહેરાત કરો છો, જેમાં તમને નક્કી રકમની ચૂકવણી કરવાની હોય છે. દિલ્હીમાં હવે કોઈને કોઈ પાર્ટીએ જાહેરાત કરી છે કે જો તેઓ સત્તામાં આવશે તો 2500 રૂપિયા આપશે.’