1993 થી 2010 માં ધરતી ઝૂકી: ઋતુચક્રમાં મોટા ફેરફારની સંભાવના
સિયોલઃ માણસની ગતિવિધીઓના કારણે પૃથ્વી પણ ઝુકવા લાગી છે. અનુમાન છે કે, વર્ષ 1993 થી 2010 દરમ્યાન પૃથ્વી 31.5 ઈંચ સુધી ઝુકી ગઈ છે. દક્ષિણ કોરિયાનાં સિયોલ નેશનલ યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિકોએ સંશોધનોમાં દાવો કર્યો છે કે, તેમનું સંશોધન જિયોફિઝીકલ રિસર્ચ લેટરમાં પ્રકાશિત થયુ છે.
મુખ્ય સંશોધક અને પૃથ્વી વૈજ્ઞાનિક કિ વેયોન સેવનું કહેવુ છે કે, ભુજલ દોહન (જમીનમાંથી પાણી ખેંચી લેવુ) પૃથ્વીના ઝુકાવનું સૌથી મોટુ એક કારણ છે. સંશોધન મુજબ 1993 થી 2010 એટલે કે 17 વર્ષમાં દુનિયાભરમાંથી 2150 ગીગાટન જળ કાઢવામાં આવ્યું છે.આનું સીધુ નુકશાન પૃથ્વીની સંતુલન પ્રણાલીને થઈ રહ્યું છે.
પૃથ્વીના ઝુકવાનો મતલબ
પૃથ્વી પોતાના અક્ષ પર લગભગ 23.5 ડીગ્રી ઝુકી છે. આ ઝુકાવ કાયમી છે. આ ઝુકાવ લાખો વર્ષોમાં ખૂબ જ ધીરે ધીરે બદલે છે. પરંતુ દૈનિક આધાર પર તે સ્થિર રહે છે. પૃથ્વીના ઝુકાવના કારણે જ આપણને જુદી જુદી ઋતુઓનો અનુભવ થાય છે. સંશોધન અનુસાર ભારત, ઉતરી અમેરિકા, ઉતર પશ્ચિમી દેશોમાં ભુજલ દોહન સૌથી વધુ થઈ રહ્યું છે.
આ પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, હવામાન ગતિવિધીથી મોટુ નુકશાન સંભવ છે.
પાણી માણસ કરતાં અનેકગણુ વજનદાર
એક ગીગાટન પાણીનું વજન પૃથ્વી પર રહેલા લોકોનાં વજનથી ત્રણ ગણુ વધુ હોય છે. ભુજલ દોહનથી સમુદ્રનાં જલ સ્તરમાં 0.24 ઈંચ વધ્યુ છે.
આનુ નુકશાન
પૃથ્વીના ઝુકવાથી ઋતુ સર્વ પર ખરાબ અસર થશે. કમોસમી વરસાદ ઠંડી અને ગરમીનો પ્રકોપ વધશે. ભુજલ ખતમ થવાથી દુકાળનાં પડકારો ઉભા થશે. પૃથ્વી પર સુર્યનાં કિરણોનાં પહોંચવા પર પણ અસર થશે.