
નવી દિલ્હી – સરકાર ઝિંક, હીરા અને તાંબુ જેવા ખનિજ સંસાધનોના ઉપયોગ માટે 13 બ્લોકનું વેચાણ કરવા પહેલાં ગુરુવારે સંશોધન લાઇસન્સની પ્રથમ હરાજી શરૂ કરશે.
એમ.એમ.ડી.આર. સુધારા અધિનિયમ, 2023 ના કાયદા સાથે, લિથિયમ, તાંબુ, કોબાલ્ટ, સોના અને ચાંદી સહિત 29 મહત્વપૂર્ણ અને ઊંડાણમાં રહેલા ખનિજો માટે શોધખોળ અને શક્યતા ચકાસવા ખાનગી ભાગીદારીને મંજૂરી આપવા માટે સંશોધન લાઇસન્સ લાવવામાં આવ્યા હતા.
આ પગલાથી સંશોધનને વેગ મળશે, ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં વધારો થશે અને દેશની ખનિજ સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજોમાં આત્મનિર્ભરતા વધશે, એમ ખાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
પ્રથમ તબક્કામાં સરકાર ઓનલાઈન બિડિંગ પ્રક્રિયા દ્વારા ઝિંક, હીરા અને તાંબુ જેવા ખનીજ પદાર્થોના 13 બ્લોકની હરાજી કરશે. હરાજી ગોવામાં શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ખનિજ બ્લોકના પાંચમા તબક્કા પર રોડ શો અને ‘એ.આઈ. નો ઉપયોગ કરીને ખનિજ લક્ષ્યીકરણ’ પર કેન્દ્રિત ખનિજ સંશોધન હેકાથોન એ.આઈ. હેકાથોન 2025નો શુભારંભ પણ કરવામાં આવશે.