પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)ઓપરેશન હાથ ધરાતા રૂપિયા 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.કોસ્ટ ગાર્ડની શિપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12-13 એપ્રિલે હાથ ધરાયું હતું. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ ATSની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. ત્યારે, વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)ને સફળતા મળી છે.
પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં રૂપિયા 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12-13 એપ્રિલે હાથ ધરાયું હતું. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ ATSની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત ATSને એક ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે, પાકિસ્તાનનો ફીદા નામનો ડ્રગ માફિયા 400 કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થ પાકિસ્તાની ફિશિંગ બોટમાં ભરી 12 એપ્રિલે સાંજે 8 વાગ્યાથી 13 એપ્રિલના સવારે 4 વાગ્યા દરમિયાન પોરબંદરના IMBL (International Maritime Boundary Line) નજીક ગુજરાતના દરિયાકાંઠે લાવવાનો છે. જ્યાંથી ચેનલ નંબર 48 પર પોતાની કોલ સાઇન ‘રમિઝ’ના નામથી તમિલનાડુની કોઈ બોટને ‘સાદિક’ના નામે બોલાવી તમામ ડ્રગ્સને તમિલનાડુ મોકલવાનો છે.
બાતમીના આધારે ATS અને ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તુરંત જ ગંભીરતા લઈ ઓપરેશનની તૈયારી કરી ભારતની જળ સીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં પહોંચી ગયા હતા. તે દરમિયાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક આ બાતમીવાળી બોટ દેખાતા તેને કોસ્ટગાર્ડની શીપ દ્વારા પકડવા જતા હતા. ત્યારે બોટ પર રહેલા ઇસમોએ બ્લુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા તથા ઝડપથી પાકિસ્તાનની દરિયાઈ સીમા તરફ આગળ વધવા લાગ્યા હતા. કોસ્ટગાર્ડે આ પાકિસ્તાની બોટનો પીછો કર્યો, પરંતુ આ પાકિસ્તાની બોટ પાકિસ્તાનનીસરહદ ઓળંગી નાસી ગઇ હતી. જ્યારે દરિયામાં નાખેલા તમામ ડ્રમ્સ રિક્વર કરવામાં આવ્યા હતા.
311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ મળી આવ્યો
ગુજરાતના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું:ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ ATSની તપાસમાં ખૂલ્યું હતું
ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા રીકવર કરેલા ડ્રમ્સની તપાસ કરતા તેમાં કુલ 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. જેની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિં.રૂ. 1800 કરોડ થાય છે, જે બાબતે ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ મોકલનારનું નામ આગાઉ પણ ATSની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે.