નવી દિલ્હી : નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એન.એસ.ઓ.) એ મંગળવારે રાષ્ટ્રીય ખાતાઓના તેના પ્રાથમિક અંદાજમાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અગાઉના નાણાકીય વર્ષમાં 8.2 ટકાની સરખામણીએ 2024-25માં 6.40 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે.
આ અંદાજ માર્ચ 2025માં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે રિઝર્વ બેંકના તાજેતરના 6.6 ટકાના અંદાજ કરતાં ઓછો છે.
2024-25 માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ પ્રાથમિક અંદાજો બહાર પાડતા એન.એસ.ઓ.એ જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપીના પ્રાથમિક અંદાજ (PE) માં 8.2 ટકાના વિકાસ દરની સામે નાણાકીય વર્ષ 2024-25 માં વાસ્તવિક જીડીપીમાં 6.40 ટકાનો વધારો થવાનો અંદાજ છે”.