Stock Today

ભારતમાં મેટા કંપનીને મોટો ફટકો, 213 કરોડનો દંડ અને પાંચ વર્ષ માટે બેન

 ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા ફેસબુકની પેરન્ટ કંપની મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાંચ વર્ષનો બેન લગાવવામાં આવ્યો છે. 2021ની વોટ્સએપ પ્રાઇવસી અપડેટના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રાઇવસી અપડેટ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જે માટે આ દંડ અને બેન લાગુ કરવામાં આવ્યો છે. તેમજ કંપનીને આ પ્રકારની પ્રવૃત્તિઓથી ભવિષ્યમાં દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 2021માં વોટ્સએપ વિરુદ્ધ આ પગલા ઉઠાવવામાં આવ્યા હતા. તે સમયે વોટ્સએપ દ્વારા યુઝર્સના ડેટાને એકત્ર કરવામાં આવ્યા હતા અને એ ડેટાને મેટાની અન્ય કંપનીઓ સાથે શેર કરવામાં આવ્યા હતા. આ યુઝર્સની પ્રાઇવસીનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે.

મેટા કંપનીને 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે સાથે વોટ્સએપ પર પણ બેન લગાવવામાં આવ્યો છે. વોટ્સએપ હવે તેના ડેટાને મેટા કંપનીની કોઈપણ અન્ય કંપની અથવા બિન-મેટા કંપનીને પાંચ વર્ષ સુધી કોઈપણ ડેટા આપશે નહીં. એડવર્ટાઇઝમેન્ટ માટે પણ આ ડેટાને શેર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આથી, વોટ્સએપ અને મેટાને રેવેન્યુમાં મોટો ફટકો પડશે. વોટ્સએપના ભારતમાં 500 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે.

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 2021માં વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને અપડેટ કરવામાં આવી હતી. આ મુજબ, વોટ્સએપ ફેસબુક અને મેટાની અન્ય કંપનીઓ સાથે પણ ડેટા શેર કરશે. 2016થી, યુઝર્સ પાસે તેમના ડેટા શેર કરવા અથવા ન કરવા નો વિકલ્પ હતો. પરંતુ 2021ની જાન્યુઆરીમાં રજૂ કરેલી નીતિ અનુસાર, વોટ્સએપના ઉપયોગ માટે આ તમામ શરતો માનવી ફરજિયાત હતી.

આ નીતિની ખૂબ ટીકા કરવામાં આવી હતી. લોકોએ વખોળી કાઢતા મેટા કંપનીએ યુ-ટર્ન લીધો અને એ નીતિને કેન્સલ કરવાનો નિર્ધાર કર્યો. જોકે, વોટ્સએપ દ્વારા યુઝર્સને ખાતરી આપવામાં આવી કે તેમની પ્રાઇવસી સુરક્ષિત છે અને બિઝનેસ સંબંધિત નીતિમાં બદલી કરવામાં આવી છે.

મેટા કંપનીની નવી નીતિ પર સાડા ત્રણ વર્ષ સુધી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું કે વોટ્સએપની નીતિ યોગ્ય નથી. ઉપયોગ કરવો હોય તો શરતો માનવી જ પડશે, તે ખોટું છે. આ નીતિમાં યુઝર્સ પાસે અસ્વિકાર કરવાનો વિકલ્પ નથી અને તેમના ડેટાને મેટા કંપની સાથે શેર કરવાની શરત માનવી જ પડશે. આથી યુઝર્સ પાસે સ્વતંત્રતા નહોતી અને તેમને નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top