માનવ વસ્તીની દ્રષ્ટ્રિએ વિશ્વમાં સૌથી ટોપ પર રહેલા ભારતમાં મતદારોની સંખ્યા હવે 100 કરોડને આંબવામાં છે. 1 જાન્યુઆરીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની સંખ્યા 99 કરોડથી અધિક થઈ છે.હજુ નાગાલેન્ડ, સિકકીમ તથા ચંદીગઢનાં આંકડા બાકી હોવાથી સંખ્યામાં વધારો શકય છે.
દેશના 36 રાજયો કેન્દ્ર શાસીત પ્રદેશોનાં મતદાર યાદીનાં આંકડા પ્રમાણે 99 કરોડથી વધુ મતદારોમાંથી 50.7 કરોડ પુરૂષ અને 48.3 કરોડ મહિલા મતદારો છે. થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 48870 છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પછી મતદારોની સંખ્યા વિશે પણ રીપોર્ટ જારી કર્યો હતો અને જણાવ્યું હતું કે દેશમાં મતદારોની કુલ સંખ્યા 99 કરોડને વટાવી ગઈ છે અને 100 કરોડે પહોંચવાની નજીક છે.
તેઓએ ઉમેર્યુ હતું કે, ભારતીય ચૂંટણી લોકશાહીના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા મતદારોની સંખ્યા 48 કરોડથી વધુ થઈ છે. ભારતમાં 1 જાન્યુઆરી 2024 ની સરખામણીએ કુલ મતદારોની સંખ્યામાં 2.2 ટકાનો ઉમેરો થયો છે. વસ્તી દીઠ મતદારનો રેશીયો 67.8 થયો છે જે 2024 ના પ્રારંભે 66.8 હતો પુરૂષ મતદાર દીઠ મહિલા મતદારની સંખ્યા 954 થઈ છે જે અગાઉ 948 હતી.
રાજયવાર આંકડા ચકાસવામાં આવે તો ઉતર પ્રદેશમાં સૌથી વધુ 15.3 કરોડ મતદારો છે. મહારાષ્ટ્ર 9.8 કરોડ મતદારો સાથે બીજા ક્રમે છે. બિહારમાં 7.8 કરોડ, પ