ન્યુયોકઃમધ્યપ્રદેશમાંથી 1980ના દાયકામાં ચોરાયેલી રેતીના પથ્થરની મૂર્તિ અને 1960ના દાયકામાં રાજસ્થાનથી ચોરાયેલી મૂર્તિ એ 1400થી વધુ પ્રાચીન વસ્તુઓમાં સામેલ છે, જેને અમેરિકાએ ભારતને પરત કરી દીધી છે. આ પુરાતનનું કુલ મૂલ્ય એક કરોડ અમેરિકી ડોલર છે. ભારતમાંથી ચોરાયેલી 600થી વધુ પ્રાચીન વસ્તુઓને આગામી કેટલાક મહિનાઓમાં પરત કરવામાં આવશે.
મેનહટ્ટન ડિસ્ટ્રીકટ એટર્ની એલ્વિન એલ બ્રેરા જૂનિયરના એક નિવેદન અનુસાર આ વસ્તુઓને એક સમારોહમાં પરત કરવામાં આવી હતી. આ તકે ભારતના મહા વાણિજય દૂતાવાસના મનીષ કુહારી અને ન્યુયોર્ક સાંસ્કૃતિક સંપત્તિ, કલા અને પુરાવશેષ સમૂહ પર્યવેક્ષક એલેકઝાન્ડ્રા ડીઅર્માસ હાજર હતા. બ્રેગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કમ સે કમ 1440 પુરાવશેષ ભારતને પરત અપાયા હતા. જેનું મૂલ્ય એક કરોડ અમેરિક ડોલર છે.
પરત અપાયેલી વસ્તુઓમાં 1980ના દાયકામાં મધ્યપ્રદેશના મંદિરમાંથી ચોરાયેલી એક નર્તકીની રેતીના પથ્થરમાંથી બનેલી મૂર્તિ છે. આ ઉપરાંત રાજસ્થાનના તનેશ્વર મહાદેવ ગામથી ચોરાયેલી છે તનેસર માતાની મૂર્તિ પણ સામેલ છે. મધ્યપ્રદેશથી ચોરાયેલી મૂર્તિને તસ્કરોએ વેચવાની સરળતા માટે બે ભાગમાં વિભાજિત કરી હતી.
ફેબ્રુઆરી 1992 સુધી આ બન્ને ભાગોને ગેરકાયદે લંડનથી ન્યુયાર્ક લઈ જવાયા હતા. બન્ને ભાગોને પછી વ્યાવસાયિક રીતે કરીથી ચોડી દેવાયા હતા. અને ઝટ્ટો પોલિટીન મ્યુઝિયમ ઓફ આર્ટને દાન કરી દેવામાં આવ્યા. આ મૂર્તિ મેટ્રો પોલિટીન મ્યુઝીયમ ઓફ આર્ટમાં ત્યાં સુધી આ મૂર્તિ પ્રદર્શીત થતી રહી જયાં સુધી તેને 2023માં એન્ટ્રીકલ ટ્રાફિક યુનીટ (એટીટ) દ્યવારા જપ્ત નહોતી કરાઈ.