રૂા.50000 કે તેથી ઓછી લોનમાં 11% ઓવરડયુ, ક્રેડીટકાર્ડ-પર્સનલ લોન – ઓટો ધિરાણ એમ ત્રણ ધિરાણ લેનારની સંખ્યામાં ડબલ વધારો
મુંબઈ: દેશમાં ઝડપથી વિકસીત અર્થતંત્ર અને 145 કરોડથી વધુ લોકોની માંગથી જે રીતે બેન્કીંગ તથા તેને સમાંતર ચેનલો મારફત લોકોને અપાઈ રહેલા આડેધડ-અનસિકયોર્ડ ધિરાણ સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ વધુ એક વખત ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે તેનાથી બાકીદારોમાં જોખમ સતત વધી રહ્યું છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ખાસ કરીને કન્ઝયુમર ક્રેડીટ જે ઉંચા વ્યાજની લોન છે તેના વધી રહેલા પ્રમાણ પર ચિંતા દર્શાવી છે. રિઝર્વ બેન્કના નાણાકીય સ્થિરતા પરના રિપોર્ટમાં જણાવાયુ છે કે રૂા.50000 કે તેથી ઓછી લોન લેનાર બેન્ક લોનીમાં 11% લોન લેનાર સમય પર રીપેમેન્ટ કરી શકયા નથી.
તેમનું ધિરાણ ઓવરડયુ થઈ ગયુ છે. 2024-25ના વર્ષમાં ઉંચા વ્યાજ છતા બેન્કો અને નાણાકીય સંસ્થાઓના અનસિકયોર્ડ કે કોઈ મોર્ટગેજ વગરનું ધિરાણ વધ્યુ છે અને 60% બાકીદારોએ ત્રણ કે તેથી વધુ બેન્કો-નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ લીધુ છે.
ખાસ કરીને રિઝર્વ બેન્કના રિપોર્ટમાં 66% લોકોએ ક્રેડીટકાર્ડ, પર્સનલ લોન અને વાહન લોન લીધી છે અને જો કોઈ એક લોનમાં તે ડિફોલ્ટ થાય તો અન્ય લોનમાં પણ ડિફોલ્ટ થવાનુ જોખમ વધી જાય છે અને આ જોખમ સૌથી મોટુ હોવાની ચેતવણી રીઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવી છે. સપ્ટેમ્બર-કવાર્ટરમાં પર્સનલ લોન લેનારમાં 15% લોકો અન્ય ત્રણ અન્ય લોન અગાઉથી જ ધરાવતા હતા.
જેના કારણે બેન્કોના ધિરાણમાં 51.9% જેવું ધિરાણ કરે છે. જામીનગીરી વગરનુ ‘અનસિકયોર્ડ’ થાય છે. ખાસ કરીને માઈક્રો ફાયનાન્સ સેકટરમાં એપ્રિલથી સપ્ટેમ્બર માસના સમયમાં 31થી 180 દિવસ સુધી જે લોન ડયુ હોય તેનું પ્રમાણ અગાઉના કવાટર કરતા ડબલ એટલે કે 2.15% માંથી 4.30 થયુ છે.
બેન્કો તથા તમામ નાણાકીય સંસ્થાઓ મારફત છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારના માઈક્રો ફાયનાન્સમાં 24.4% જેવો વધારો થયો છે અને તેમાં ઉંચા વ્યાજદરનો સિનારીયો જળવાઈ રહ્યો છે.
હાલમાં જ સુપ્રીમ કોર્ટ ક્રેડીટકાર્ડ ડયુ પર જે વ્યાજ મર્યાદા હતી તે દુર કરતા હવે બાકીદારોને 24થી50% જેવું ઉંચુ વ્યાજ ચુકવવુ પડશે જે ડિફોલ્ટર વધારશે. બેન્કો ઉંચા વ્યાજ સાથે સૌથી અત્યંત ઉંચા પ્રોસેસીંગ ચાર્જ વસુલી તેની આવક વધારે છે પણ તેને તો એનપીએ જ વધે છે.