Stock Today

બેંકોના ATM માંથી નાની નોટો પણ મળશે, રિઝર્વ બેન્કે સૂચના જારી કરી

ન્યુ દિલ્હી : લાંબા સમયથી બેંકના એટીએમમાં માત્ર 500 રૂપિયાની નોટો જ નીકળે છે. જેના કારણે બજારમાં ખરીદીના સમયે ટ્રાન્ઝેક્શન માટે નાની નોટોની અછતની સમસ્યા વધી રહી છે, જેને જોતા બેંકોએ એટીએમ મશીનમાં રૂ.500 તેમજ રૂ.200 અને રૂ.100ની નોટો લોડ કરવાનું શરૂ કરી દીધું છે.

SBI સહિત તમામ મોટી બેંકોના ATMમાંથી રોકડ ઉપાડતી વખતે, લોકોને નિર્ધારિત રકમમાં મોટાભાગે રૂ. 500ની નોટો મળશે, પરંતુ કેટલીક રૂ. 200 અને રૂ. 100ની નોટો પણ તેમના હાથમાં આવશે. ટ્રાન્ઝેક્શનમાં નાની નોટોની અછતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આ અંગે બેંકોને માર્ગદર્શિકા જારી કરી છે.

ઈન્ડિયન બેંક સ્ટાફ એસોસિએશનના પ્રમુખ મનોજ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, એટીએમમાં રૂ. 200 અને રૂ. 100 ની નોટો જારી કરવાથી લોકોને ખરીદી કરતી વખતે લેવડ-દેવડમાં થતી સમસ્યાઓમાંથી થોડીક અંશે રાહત મળી શકશે.

મોટાભાગના એટીએમ મશીનોમાં રૂ. 500 તેમજ રૂ. 200 અને રૂ. 100ની નોટ ફરજિયાત દાખલ કરવાની સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top