સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છે બુધ : સૂર્યાસ્તે નરી આંખે જોઈ શકાશે
સૂર્યથી સૌથી નજીક રહેનાર સૌર પરિવારનો નાનકડો સભ્ય ‘બુધ’ ગ્રહ આઠ માર્ચે ધરતીથી ખૂબ નજીક આવી જશે, એટલો કે તે નરી આંખે જોઈ શકાશે. સૂર્યથી બુધ ગ્રહના દુર જવાની આ પ્રક્રિયાને ‘ગ્રેટેસ્ટ અલોન્ગેશન’ કહે છે.
બીએચયુના ભૌતિકી વિભાગ સ્થિત આઈયુકા અધ્યયન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ આ ખગોળીય ઘટનાના અધ્યયન માટે પુરી તૈયારી કરી લીધી છે. આઠ માર્ચ શનિવારે બુધ પોતાની કક્ષામાં સૂર્યની સૌથી દુર હશે જેના કારણે તેનું પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું થઈ જશે.
આ સ્થિતિમાં તે સૂર્યાસ્ત બાદ ક્ષિતિજ પર નજર પડો. આકાશમાં હળવા પ્રકાશ વચ્ચે બુધ પશ્ચિમી ક્ષિતિજ પર 15 ડીગ્રીની ઉંચાઈ પર જોવા મળશે. વિશેષજ્ઞોના અનુસાર સૂર્યાસ્તના લગભગ 30થી45 મિનિટ બાદ આ ગ્રહ જોવાનો સર્વોતમ સમય છે. આ તક ખાસ એટલા માટે છે કે સૂર્યની વધુ નજીક હોવાથી બુધ સામાન્ય રીતે નજરે પડતો નથી.
પૃથ્વીથી આટલું હશે બુધનું અંતર: બનારસના યુવા ખગોળ વૈજ્ઞાનિક વેદાંત પાંડેએ જણાવ્યું હતું કે આ વર્ષે 8 માર્ચે બુધ ગ્રહને સૌથી સ્પષ્ટ જોવાની તક મળશે. આ સમયે બુધ ગ્રહ પૃથ્વીથી લગભગ 84 મિલિયન માઈલ (135 મિલિયન કિલોમીટર)નું અંતર હશે.