Stock Today

બાંગ્લાદેશમાં રેલી કાઢનાર ઈસ્કોનના ચિન્મયા કિષ્ના દાસ પ્રભુની ધરપકડ

ઢાંકાઃબાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવા બદલ ઈસ્કોનના ચિન્મયાની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની ઢાકા એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ પોલીસે રાજદ્રોહના કેસમાં તેની ધરપકડ કરી છે. ચિન્મય ક્રિષ્નાદાસ પ્રભુએ 22 નવેમ્બરે બાંગ્લાદેશના રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં રેલી યોજી હતી.

માનવામાં આવે છે કે તેના કારણે પ્રભુ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ રેલીમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં રહેતા લઘુમતી હિંદુઓ નિશાના પર છે, વિદ્યાર્થી આંદોલન દરમિયાન હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે બાંગ્લાદેશના ખુલના મહેરપુર સ્થિત ઈંજઊંઈઘગ મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના કારણે શેખ હસીનાનું પતન થયું હતું.

નોંધનીય છે કે. ઓક્ટોબર 2024માં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ પર બાંગ્લાદેશમાં દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો બાંગ્લાદેશમાં ISKCONના મોટા ચહેરા પર કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસ ચિન્મય દાસ બ્રહ્મચારી સહિત હિંદુ સંગઠનના 19 અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે, જેમાં ઈસ્કોન સેક્રેટરી સહિત હિંદુ સંગઠન સાથે જોડાયેલા લોકો અને કાર્યકરોનો આરોપ છે કે, એક પ્રદર્શન દરમિયાન આ તમામ આરોપીઓએ તેનો ઉપયોગ કર્યો હતો. ધ્વજની ટોચ પર ભગવો લહેરાવ્યો હતો.

Related News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top