
નવી દિલ્હી : ડીલર્સની સંસ્થા ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોશીએશન (એફ.એ.ડી.એ.)એ ગુરુવારે જણાવ્યું હતું કે માંગમાં ઘટાડો થવાને કારણે ફેબ્રુઆરીમાં પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલર સહિત તમામ શ્રેણીઓમાં ઓટોમોબાઈલ રિટેલ વેચાણમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા મહિને સ્થાનિક બજારમાં કુલ રીટેલ વેચાણ ૧૮,૯૯,૧૯૬ યુનિટ રહ્યું હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ૨૦,૪૬,૩૨૮ યુનિટની સરખામણીમાં ૭ ટકાનો ઘટાડો દર્શાવે છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ના પ્રમુખ સી.એસ. વિગ્નેશ્વરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ફેબ્રુઆરીમાં તમામ શ્રેણીઓમાં વ્યાપક મંદી જોવા મળી હતી.” તેમણે ઉમેર્યું કે મહિના દરમિયાન, ડીલરોએ તેમની સંમતિ વિના ઇન્વેન્ટરી તેમના સુધી પહોંચાડવામાં આવી રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું.
“જ્યારે આવી પહેલ વ્યાપક વ્યાપારિક ઉદ્દેશ્યો પૂરા કરી શકે છે, ત્યારે ડીલરની કાર્યક્ષમતાને સુરક્ષિત રાખવા અને સ્વસ્થ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ ફાળવણીને વાસ્તવિક માંગ સાથે સંરેખિત કરવી મહત્વપૂર્ણ છે,” વિગ્નેશ્વરે જણાવ્યું. ફેબ્રુઆરીમાં પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 10 ટકા ઘટીને 3,03,398 યુનિટ થયું. “ડીલરોએ નબળી બજાર ભાવનાની નોંધ લીધી જે ખાસ કરીને એન્ટ્રી લેવલ કેટેગરીમાં ચાલુ રહે છે, હરિત ઉર્જા અપનાવવામાં વિલંબ, પડકારજનક લક્ષ્યાંકોની સાથે-સાથે તેમણે ભાર મૂક્યો કે ઉત્પાદકોએ ડીલરો પર વધુ પડતી ઇન્વેન્ટરીનો બોજ નાખવાનું ટાળવું જોઈએ. ઇન્વેટરીની હાલની પ્રથા જે ઉદ્યોગના ચક્રીય સ્વભાવને જોતાં અનિયંત્રિત સ્ટોક સ્તરનું જોખમ લે છે,” વિગ્નેશ્વરે જણાવ્યું. તેમણે નોંધ્યું કે આ સેગમેન્ટમાં ઇન્વેન્ટરી સ્તર 50-52 દિવસની રેન્જમાં રહ્યું. ફેબ્રુઆરીમાં ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 6 ટકા ઘટીને 13,53,280 યુનિટ થયું છે, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 14,44,674 યુનિટ હતું.
વિજ્ઞેશ્વરે નોંધ્યું હતું કે, ડીલરો આ માટે ઇન્વેન્ટરી અસંતુલન, આક્રમક ભાવ ગોઠવણો, નબળા ગ્રાહક ભાવના, ઓછી પૂછપરછ વોલ્યુમ અને મર્યાદિત નાણાકીય ઉપલબ્ધતાને જવાબદાર માને છે. તેમણે ઉમેર્યું કે, ધીમા ગતિશીલ મોડેલો અને બાહ્ય આર્થિક દબાણ, જેમ કે પ્રવાહિતા અવરોધો અને ફુગાવા અંગેની ચિંતાઓએ આ પડકારોને વધુ તીવ્ર બનાવ્યા. વિગ્નેશ્વરે જણાવ્યું હતું કે ગ્રામીણ બજારોમાં ઘટાડાની તુલનામાં શહેરી વિસ્તારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં વાણિજ્યિક વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 9 ટકા ઘટીને 82,763 યુનિટ થયું હતું.
વિગ્નેશ્વરે જણાવ્યું હતું કે, ડીલરોએ પડકારજનક વાણિજ્યિક વાતાવરણ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં પરિવહન ક્ષેત્રમાં નબળા વેચાણ, કડક નાણાકીય ધોરણો અને કિંમત નિર્ધારણના દબાણને કારણે ગ્રાહકોના નિર્ણયોમાં વિલંબ થઈ રહ્યો છે, ખાસ કરીને બલ્ક ઓર્ડર અને સંસ્થાકીય કરારોમાં. ફેબ્રુઆરીમાં ટ્રેક્ટરનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૪.૫ ટકા ઘટીને ૬૫,૫૭૪ યુનિટ થયું હતું. નજીકના ગાળાના વેચાણના અંદાજ અંગે, FADA એ જણાવ્યું હતું કે ડીલરો માર્ચ માટે સાવધાનીપૂર્વક આશાવાદી છે.
જોકે, પડકારો હજુ પણ છે, કારણ કે સતત પાંચ મહિનાથી ઘટી રહેલા શેરબજારોને કારણે ગ્રાહકોનો વિશ્વાસ ઓછો થયો છે, રોકાણકારોએ નવા એસ.આઇ.પી. ખોલવાને બદલે વધુ એસ.આઇ.પી. બંધ કર્યા છે અને નફાકારકતામાં ઘટાડો થવાને કારણે વિવેકાધીન ખર્ચમાં ઘટાડો થયો છે, એમ તેમાં જણાવાયું છે. આમ છતાં, હોળી અને ગુડી પડવોથી લઈને નવરાત્રિની શરૂઆત સુધીના અનેક તહેવારોનું સંગમ અને વર્ષના અંતમાં ઘસારાના લાભો વાહનોની ખરીદીમાં ખૂબ જ જરૂરી વધારો કરશે તેવી અપેક્ષા છે, એમ તેમાં ઉમેર્યું હતું.

ફેબ્રુઆરી કાર વેચાણ, FADA ડેટામાં હ્યુન્ડાઇ ચોથા સ્થાને સરકી ગઈ
ડીલર્સની સંસ્થા એફ.એ.ડી.એ. દ્વારા રજૂ કરાયેલા તાજેતરના ડેટા મુજબ, ભારતમાં લાંબા સમયથી બીજા ક્રમાંક પર રહેલ પેસેન્જર વાહન ઉત્પાદક, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા, ગયા મહિને છૂટક વેચાણની દ્રષ્ટિએ સ્થાનિક બજારમાં ચોથા સ્થાને સરકી ગઈ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ પછી, તે સ્થાન પામી શકી છે. ગયા મહિને હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનું રીટેલ વેચાણ 38,156 યુનિટ થયું હતું, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 47,540 યુનિટ હતું અને તેની સરખામણીમાં 20 ટકાનો ઘટાડો દર્શાવે છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (એફ.એ.ડી.એ.) દ્વારા શેર કરાયેલ ફેબ્રુઆરીના વેચાણના ડેટા, જેણે 1,438 પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીમાંથી 1,378 ના ડેટા એકત્રિત કર્યા હતા, તે મુજબ કાર-ઉત્પાદકનો બજાર હિસ્સો ગયા મહિને ઘટીને 12.58 ટકા થયો હતો, જે એક વર્ષ પહેલાના સમયગાળામાં 14.05 ટકા હતો.
મારુતિ સુઝુકી ઇન્ડિયા ફેબ્રુઆરીમાં 1,18,149 યુનિટના રીટેલ વેચાણ સાથે પેસેન્જર વાહન સેગમેન્ટમાં આગળ રહ્યું. કંપનીનો બજાર હિસ્સો ગયા મહિને નજીવો વધીને 38.94 ટકા થયો, જે ફેબ્રુઆરી 2024 માં 39.34 ટકા હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 39,889 યુનિટના વેચાણ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ, જેનો બજાર હિસ્સો 13.15 ટકા હતો, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 11.74 ટકા હતો. ગયા મહિને ટાટા મોટર્સનું રિટેલ વેચાણ ૧૨.૭૫ ટકાના બજાર હિસ્સા સાથે ૩૮,૬૯૬ યુનિટ રહ્યું હતું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ ૪૫,૭૧૦ યુનિટનું વેચાણ કર્યું હતું, જેનો બજાર હિસ્સા ૧૩.૫૧ ટકા હતો.
ટુ-વ્હીલર સેગમેન્ટમાં, હીરો મોટોકોર્પ ગયા મહિને 3,85,988 યુનિટના છૂટક વેચાણ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું, જેનો બજાર હિસ્સો 28.52 ટકા હતો. હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડા (એચ.એમ.એસ.આઇ.) 3,28,502 યુનિટના છૂટક વેચાણ સાથે અને બજાર હિસ્સો 24.27 ટકા હતો. ત્યારબાદ ટી.વી.એસ. મોટર કંપની 2,53,499 યુનિટના છૂટક વેચાણ સાથે અને બજાર હિસ્સો 18.73 ટકા હતો.