ISROના ગગનયાનની ગુપ્ત માહિતી ઉત્તર પ્રદેશના ફિરોજાબાદના હજરપુર ગામમાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરીમાં ચાર્જમેનનું કામ કરતા યુવકે પાકિસ્તાની મહિલાના હનીટ્રેપમાં ફસાઈ આ કૃત્ય કરેલ હતુ.
, જેના કારણે તેણે ISROના ગગનયાનની ગુપ્ત માહિતી તે મહિલાને આપી દીધી હોવાની વિગતો સામે આવી છે. માહિતી મુજબ ગુપ્ત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પાસે પહોંચી ગઈ છે. એટલું જ નહીં દેશદ્રોહની આશંકા હેઠળ રવિન્દ્ર કુમાર સૂરી નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવ્યા બાદ એટીએસે પૂછપરછ કરતા તેણે અનેક ચોંકવનારા ખુલાસા કર્યા છે.વાસ્તવમાં પાકિસ્તાનની મહિલાએ ફેસબુક પર રવિન્દ્રને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. બાદમાં યુવકે ISROના ગગનયાનની ગુપ્ત માહિતી મહિલાને મોકલી દીધી હોવાની માહિતી સામે આવી છે. રવિન્દ્ર યુપીના આગરામાં રહે છે અને તે ઓર્ડનન્સ ફેક્ટરીમાં કામ કરે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ફેક્ટરીમાં ઈસરોના ગગનયાન મિશનના અંતરિક્ષ યાત્રીઓ માટેના ખાસ 15 પેરેશૂટ બનાવવામાં આવી રહ્યા છે. ઝડપાયેલો રવિન્દ્ર ફેક્ટરીમાં 2006થી કામ કરતો હતો. તે 2009થી ચાર્જમેનની જવાબદારી નિભાવી રહ્યો છે.
એટીએસે પૂછપરછ કરતા ઓર્ડનન્સ ફેક્ટરીના કર્મચારીએ પાકિસ્તાનની નાપાક હરકતોમાં બરાબરનો ફસાયો હોવાનો ખુલાસો કર્યો છે. પાકિસ્તાની મહિલા નેહા શર્મા અને રવિન્દ્ર વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી. પૂછપરછમાં તેણે કહ્યું કે, ફેસબુક પર નેહા શર્મા નામની ID પરથી 2024માં તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આ દરમિયાન મહિલાએ પોતાને ISROની ટેકનિકલ અધિકારી બતાવી રવિન્દ્ર સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ અને એકબીજાને નંબર શેર કર્યા. બંને વોટ્સઅપ પર ચેટ કરવા લાગ્યા અને પ્રેમભરી વાતો પણ કરતા હતા. એટલું જ નહીં બંને વચ્ચે વીડિયો કૉલિંગ પણ થતી હતી.પાકિસ્તાની મહિલા એજન્ટ નેહા શર્મા સાથે વોટ્સએપ પર થતી ચેટ અને કૉલ અંગે કોઈને પણ જાણ ન થાય તે માટે યુવકે સાતિર દિમાગ અપનાવ્યું હતું. યુવકે તેણીનો નંબર ‘ચંદન કુમાર સ્ટોર કીપર’ના નામે સેવ કર્યો હતો. વાતચીત દરમિયાન નેહા તેને ફેક્ટરીમાં ડ્યૂટી અને કામકાજ અંગે પૂછતી હતી. ત્યારબાદ તેણે ફેક્ટરી, ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને ગગનયાન મિશન વિશે તેની પાસેથી ગોપનીય માહિતી લેવાનું શરૂ કર્યું.
એટીએસએ પૂછપરછ કરતા દેશદ્રોહી યુવક પોપટની જેમ બોલવા લાગ્યો હતો. તેણે કહ્યું કે, ગુપ્ત માહિતી મોકલવાના બદલે નેતા તેને નાણાં મોકલતી હતી. તેણીએ રવિન્દ્રના એકાઉન્ટમાં ત્રણ વખત પૈસા મોકલ્યા હતા. જ્યારે ATSએ રવિન્દ્રને કસ્ટડીમાં લીધો, ત્યારે તેની પાસે 6220 રૂપિયા મળ્યા હતા. નાણાંની માહિતી સામે આવ્યા બાદ ATSએ તેના એકાઉન્ટની તપાસ શરૂ કરી દીધી છે. યુવક વિરુદ્ધ કલમ 148 BNS 2023 અને 3/4/5 ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે