કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)એ પોતાના સભ્ય કર્મચારીઓને સલાહ જાહેર કરી છે. સંગઠનનું કહેવુ છે કે જો કોઈ કર્મચારી જુની કંપની છોડીને નવી કંપનીમાં જાય છે તો તે પીએફની રકમને સમયસર નવા નોકરીદાતા સાથે જોડાયેલા ખાતામાં ટ્રાન્સફર કરાવી લે. તેમાં મોડુ થવા પર આવા ખાતા પર વ્યાજ મળવુ બંધ થઈ શકે છે.
સંગઠનના જણાવ્યા મુજબ હાલમાં મોટી સંખ્યામાં આવા મામલા બહાર આવ્યા છે. જેમાં કર્મચારીઓએ સમય પર પોતાનું પીએફ ફંડ નવા ખાતામાં ટ્રાન્સફર નથી કરાવ્યુ. જેના કારણે હવે અંતિમ પેમેન્ટ કે પછી આવશ્યકતા થવા પર પીએફ ઉપાડના સમયે વ્યાજ ઓછુ મળવા પર કર્મચારીઓ તરફથી ફરીયાદો કરવામાં આવી રહી છે.
ખરેખર તો નિયમો મુજબ ઈપીએફઓ સક્રિય ખાતા પર જ વ્યાજ આપે છે. જો કોઈ ખાતામાં ત્રણ વર્ષ સુધી કોઈ યોગદાન નથી કરાયું તો તે ખાતામાં વ્યાજ આપવુ બંધ કરી દેવામાં આવે છે.
નોકરી છોડવાની તારીખથી નોંધણી કરાવવી જરૂરી
ઈપીએફઓ તરફથી કહેવામાં આવ્યું છે કે કર્મચારી નોકરી બદલતી વખતે એ, બાબત પર અવશ્ય ધ્યાન આપે કે તેમનુ જુનુ ફંડ નવા નોકરીદાતા સાથે જોડાયેલા ઈપીએફ ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. ફંડ ટ્રાન્સફર કરવા માટે નોકરી છોડવાની તારીખ હોવી જરૂરી છે.
જે જુના નોકરીદાતા તરફથી ઈપીએફઓને પોર્ટલ પર જઈને નોંધાવવામાં આવે છે. કર્મચારીનાં અંતિમ યોગદાન જમા કર્યા બાદ (નોકરી છોડવાની તારીખથી બે મહિના બાદ) નોકરી છોડવાની તારીખ નોંધાવવી જરૂરી છે.
આ સ્થિતિઓમાં કર્મચારી ખુદ બતાવી શકે છે તારીખ
જો કોઈ કારણે જુની કંપનીનાં નોકરીદાતા બે મહિનાની અંદર નોકરી છોડવાની તારીખને અંકિત નથી કરતા તો કર્મચારી બે મહિના બાદ ઈપીએફઓની વેબસાઈટ પર જઈને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથે લોગીન કરીને નોકરી છોડયાની તારીખ અંકિત કરી શકે છે. ત્યારબાદ નવા ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા માટે આવેદન કરી શકે છે.
નવી દિલ્હી તા.13