આશિષ નંબિસન: વાચકમિત્રોને યાદ હશે કે, જ્યારે નવેમ્બર માસમાં બજાર ઘટી રહ્યું હતું, નિફ્ટીએ જ્યારે 23500 નો ટેકો તોડ્યો હતો, ત્યારે 24 નવેમ્બરના અંકમાં સ્ટોક ટુડેએ જણાવ્યુ હતું કે, બજારનો ઘટાડો નિફ્ટી તેની આ 200 દિવસની એક્સપોનેંશ્યલ મૂવિંગ એવરેજ પાસે ટેકો જરૂર લેશે. એ પણ સ્પષ્ટપણે લખ્યું હતું કે, આ એવરેજથી 200 – 300 પોઈન્ટ નીચે સુધીનો ઘટાડો જોવાઈ શકે, પણ ત્યાંથી એક બાઉન્સબેક જરૂરથી જોવા મળે. બાઉન્સબેક જોવા મળ્યો! સારો એવો બાઉન્સ બેક! એ વખતે પણ ટેકનિકલ ટ્રેન્ડ મુજબ સૌથી નિર્ણાયક સ્તર હતું 24,500 અને આજે પણ એ જ છે. નિફ્ટીએ શુક્રવારે આ સ્તરની ઉપર બંધ આપ્યો છે. સપ્તાહ દરમ્યાન લગભગ તમામ ઇંડેક્સ પોઝિટિવ રહ્યા છે. તેથી કહી શકાય કે બજારમાં જોવા મળેલી તેજી એકાદ સેક્ટર કે અમુક ગ્રૂપના શેર્સ પૂરતી મર્યાદિત નથી. પરંતુ, તે સાર્વત્રિક અને બહુઆયમી છે.
હવે આગળ શું?
નિફ્ટી આંકે તેના મુખ્ય અવરોધ 24,500 ની ઉપર સાપ્તાહિક બંધ આપ્યો છે. આમ તો જો કે, ટેકનિકલના નિયમો મુજબ હજુ બે બંધ આ અવરોધની ઉપર આવે પછી જ નિર્ણાયકપણે માની શકાય કે, નિફ્ટી આંકે તે અવરોધ પાર કર્યો છે. પરંતુ, બજારની બહુઆયમી તેજીને નજર સમક્ષ રાખી, આને તેજી તરફી ટ્રેન્ડ થઈ ગયો હોવાનું જોખમ લઈ શકાય. બજારમાં કામ જ જોખમ લેવાનું છે! આટલું જોખમ લઈ શકીએ અને એમ માની શકીએ કે આ સાપ્તાહિક બંધ પછી નિફ્ટીનું ટાર્ગેટ 25,500 માની શકાય. નિફ્ટી સ્પોટ હવે જ્યાં સુધી 24250 ન તોડે ત્યાં સુધી આ ટ્રેન્ડ અકબંધ રહ્યાનું માની શકાય.
હવે, “મે કહ્યું ‘તુ ને” અને “રહી ગયા” થી વધુ સાવચેતી જરૂરી
દરેક ટ્રેડરે “મે કહ્યું ‘તુ ને” અને “રહી ગયા” થી બચીને રહેવું જોઈએ. બજારમાં જ્યારે સાર્વત્રિક તેજી જોવા મળે, બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ વધી રહ્યા હોય, ત્યારે સ્વભાવિકપણે ઘણાંબધા શેર્સ વધવાના. આવામાં ક્યાંક કોઇકે તમને-મને રસ્તામાં આવતાં જતાં કે ફોન – મેસેજમાં કોઈ શેરનું નામ કહ્યું હોય, એ બધા તમને ગણી-ગણીને યાદ કરાવે… “મે કહ્યું ‘તુ ને”! આ એવું બજાર આવી રહ્યું છે. પણ, વર્ષોથી ટ્રેડિંગ કરનાર, અનેક તેજી-મંદી જોઈ ચૂકેલ ટ્રેડરને તે બરાબર ખ્યાલ છે કે, જ્યારે નિફ્ટી 50 કરતાં નિફ્ટી 500 વધુ વધે, સ્મોલકેપ, માઇક્રોકેપમાં પણ બેફામ તેજી થવા માંડે, તો સાવચેતીનું સ્તર ઊંચું લઈ જવાનું! આ સમયે “રહી ગયા” ની ભાવનામાં દોરવાઈ જવું વધુ નુકશાનકારક પૂરવાર થાય.
નિફ્ટીની જેમ જ બેન્કનિફ્ટીએ પણ તેની 200 EMA, 50000 પર, ટેકો લીધો અને ત્યાંથી સપાટાબંધ સુધરતી આવી, શુક્રવારે 53510 બંધ રહી. ટેકનિકલ લેવલ્સ ધ્યાને લઈએ તો, જુલાઇ મહિનાનું ટોપ કે જે 52,500 આસપાસ છે, તને હાલ સારો ટેકો માની શકાય અને તેથી બને એટલું એ ટેકાની નજીક, 52150 ના સ્ટોપલોસ થી લેણ કરવું યોગ્ય રહે. બેન્કનિફ્ટીનું ટાર્ગેટ 54200 – 54500 ની રેન્જનું રાખી શકાય.
વિતેલા સપ્તાહે બજારમાં લગભગ તમામ ક્ષેત્રોના શેર્સમાં લેવાલી જોવા મળી છે. બેન્ક, રિયલ્ટી, મેટલ, હેલ્થકેર, સર્વિસ સેક્ટર વિગેરે ક્ષેત્રો હાલ ટ્રેડર્સના પસંદગીવાળા શેર્સ છે.
ABB: શુક્રવારે ડોજી કેંડલ બનાવી આ શેર 7552 બંધ રહ્યો છે. 7338 ના સ્ટોપલોસ થી 8150 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય.
એપોલો હોસ્પિટલ: નીચેમાં 7150 સુધી, 6950 ના સ્ટોપલોસથી લેણ કરી શકાય. શોર્ટ ટર્મ માટે 7400 નું ટાર્ગેટ રાખી શકાય.
અશોક લેલન: 222 ના સ્ટોપલોસથી 232 આસપાસ લેણ કરી શકાય 240 – 255 ની રેન્જનું ટાર્ગેટ રાખી શકાય.
INFY: શુક્રવારના બંધ આસપાસ 1865 ના સ્ટોપલોસથી લેણ કરી શકાય. ટાર્ગેટ 2000 અને થોડું મધ્યમગાળા માટે રૂ.2100 રાખી શકાય.
જિંદાલ સ્ટીલ: 920 ના સ્ટોપલોસ થી અને રૂ. 1045 ના ટાર્ગેટ માટે 920 આસપાસ લેણ કરી શકાય.
જ્યુબિલન્ટ ફૂડ: રૂ.670 ના સ્ટોપલોસથી 715-750 ની રેન્જના ટાર્ગેટ માટે રૂ.690 – 695 માં લેણ કરી શકાય.
લાર્સન એન્ડ ટુબ્રો: 3750 ના સ્ટોપલોસથી 3860 સુધીમાં લેણ કરી શકાય. ટાર્ગેટ 4100 ની ઉપરનો રાખી શાકાય.
REC: રૂ. 545 ના સ્ટોપલોસ થી અને રૂ. 600 ના ટાર્ગેટ માટે રૂ. 555 આસપાસ લેણ કરી શકાય.
ટાટા કેમિકલ: રૂ. 1085 ના સ્ટોપલોસ થી રૂ. 1111 આસપાસ રૂ.1250 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય.
આ ઉપરાંત ટાટા કન્ઝ્યૂમર રૂ. 945 ના સ્ટોપલોસ થી રૂ. 1010 ના ટાર્ગેટ માટે, ટાટા પાવર રૂ. 425 ના સ્ટોપલોસ થી રૂ. 455-475 ના ટાર્ગેટ માટે, જિંદાલ સો રૂ. 320 ના સ્ટોપલોસ થી રૂ. 370 ના ટાર્ગેટ માટે, JSL રૂ. 720 ના સ્ટોપલોસ થી રૂ. 830 ના ટાર્ગેટ માટે, લેમન ટ્રી રૂ. 130 ના સ્ટોપલોસ થી રૂ. 150-155 ના ટાર્ગેટ માટે, મીન્ડા કોર્પ રૂ. 495 ના સ્ટોપલોસ થી રૂ. 590 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય.
કોમોડિટીમાં સિલ્વર રૂ. 91800 આસપાસ 91000 ના સ્ટોપલોસ થી લેણ કરી 93000 ના ટાર્ગેટ માટે પોઝિશન બનાવી શકાય. નેચરલ ગેસ 250ના સ્ટોપલોસ થી રૂ. 286 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય. ઝીંક રૂ. 278 ના સ્ટોપલોસ થી 292 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય.