મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
દ્વારકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણના અરુણાચલ પ્રદેશના રુકમણીજી સાથેનો દિવ્ય વિવાહ મહોત્સવ માધવપુરમાં યોજાયો તેની સ્મૃતિ ઉત્સવરૂપે દર વર્ષે રામનવમીથી આ મેળો ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 2018થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે યોજાતા આ માધવપુર મેળાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ શ્રી ડૉ. મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.તેમણે આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુકમણી મંદિર પરિસરમાં રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ થયેલા યાત્રી સુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, માધવપુરનો મેળો શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક છે. એક તરફ શ્રીરામના જન્મોત્સવની દિવ્યતા છે અને એક તરફ ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ઉત્સવની ભવ્યતા છે.કેન્દ્રીય મંત્રીશ્રી માંડવિયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “વેડ ઇન ઇન્ડીયા” ના વિઝન માટે માધવપુર દેશનું ઉત્તમ સ્થળ બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવું કે માધવપુરમાં તો સદિઓ પહેલા ડેસ્ટીનેશન વેડીંગ થયું હતું અને તેના માનમાં આ મેળાનું આયોજન આપણે દર વર્ષે કરીએ છીએ. આપણે માધવપુરને પણ ભારતના શ્રેષ્ઠ ડેસ્ટીનેશ વેડીંગ સ્થળ તરીકે વિકસાવી શકીએ તેમ છીએ. કેન્દ્રીય મંત્રીશ્રી માંડવિયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “વેડ ઇન ઇન્ડીયા” ના વિઝન માટે માધવપુર દેશનું ઉત્તમ સ્થળ બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવું કે માધવપુરમાં તો સદિઓ પહેલા ડેસ્ટીનેશન વેડીંગ થયું હતું અને તેના માનમાં આ મેળાનું આયોજન આપણે દર વર્ષે કરીએ છીએ. આપણે માધવપુરને પણ ભારતના શ્રેષ્ઠ ડેસ્ટીનેશ વેડીંગ સ્થળ તરીકે વિકસાવી શકીએ તેમ છીએ.