શાળાઓ ખુલતાની સાથે જ ફી વધારાને લઈને વાલીઓની ચિંતા વધી ગઈ છે. સ્થાનિક વર્તુળોના સર્વેમાં, 44% વાલીઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં તેમના બાળકોની શાળાની ફીમાં 50-80%નો વધારો થયો છે. આ સર્વેમાં દેશના 309 જિલ્લાના 31,000 વાલીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 38% મહિલાઓ હતી.
સર્વેમાં 93% વાલીઓએ કહ્યું કે તેમની રાજ્ય સરકાર શાળાની ફી નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. સર્વે કહે છે કે દેશમાં ખાનગી શાળાઓની ફી એટલી વધી ગઈ છે કે મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાલીઓ ઈચ્છે છે કે સરકાર ખાનગી શાળાઓમાં ફી અંગે કડક નિયમો બનાવે.
કુલ 15461 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 8 ટકા લોકો નું કહેવું હતું કે 2022 થી 25 સુધીમાં સ્કૂલ ફી મા 80 ટકા વધારો થયો છે. 36 ટકા લોકોએ 50 થી 80 ટકા ફી વધારો જણાવ્યો. ત્યારબાદ 8 ટકાનું લોકો કહેવું છે કે 30 થી 50 ટકા ફી મા ઉછાળો આવ્યો. અને 27 ટકા લોકો નું માનવું છે કે 10 થી 30 ટકા વધારો થયો છે.
8 ટકા લોકોનું માનવું છે કે, કોઈ ફી વધારો થયો નથી. 13 ટકા લોકો એ કહ્યું કે અમે શાળાઓ બદલી છે તેથી તે કહેવું મુશ્કેલ છે, અથવા અમે કંઈ કહી શકતા નથી.