નવી દિલ્હી
દિલ્હીથી મુંબઈ અને કોલકાતા વચ્ચે દોડનારી સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડશે. રેલવે બોર્ડે દાવો કર્યો હતો કે ‘મિશન રફતાર’ અંતર્ગત આ લક્ષ્ય આ વર્ષે પૂરું કરવામાં આવશે.
રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, આ ઝડપ મેળવવા માટે રેલવે બન્ને રેલમાર્ગોને નવી ટેકનીકથી સજજ કરી રહ્યા છે. વાડાબંધી (ફેન્સીંગ) સહિત ટકકર વિરોધી ટેકનીક કવચ લગાવવાનું કાર્ય થઈ રહ્યું છે.
દિલ્હી-મુંબઈ-કોલકાતા માર્ગ પર 95 ટકા કવચ લગાવવાનું કામ પૂરું પણ થઈ ચૂકયું છે. બન્ને માર્ગ પર ગત વર્ષથી જ કામ ચાલી રહ્યું છે. રેલવે આ કવચ પર બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે.
રેલવે બન્ને રેલમાર્ગો પર તીવ્ર કર્યા, પુલોનો ર્જીણોદ્ધાર, સિગ્નલ સિસ્ટમનું નવીનીકરણ વગેરે કામો કરવામાં આવી રહ્યા છે. આના માટે રેલવે 20 હજાર કરોડનો ખર્ચ કરી રહ્યા છે.