અમેરિકામાં હવે ટ્રમ્પ શાસનના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે અને અમેરિકા યુનિ.માં પણ તેને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્રમ્પ સતા સંભાળે તે પુર્વે એટલે કે તા.20 જાન્યુઆરી પુર્વે અમેરિકામાં પ્રવેશી જવા સલાહ આપે છે.
તો બીજી તરફ ટ્રમ્પે તેના દેશમાં વસતા લાખો ઈમીગ્રેશન જે પુરતા કાનુની દસ્તાવેજ વગર અમેરિકા પહોંચી ગયા છે. તેઓને તગડી મુકવા જરૂર પડે તો સૈન્યનો પણ ઉપયોગ કરશે તેવી ધમકી કે ચેતવણી આપે છે. તે વચ્ચે 2024માં અમેરિકા ઈમીગ્રેશનના નિયમોનો ભંગ કરનાર 2847 ભારતીયોને પરત ભારત મોકલી આપે તેવા સંકેત છે.
અમેરિકાએ ઈમીગ્રેશન ભંગ કરી ઘૂસેલા ભારતીયો ચોથા ક્રમે છે. સૌથી વધુ અમેરિકા સાથે જમીન સરહદ ધરાવતા મેકસીકો, બીજા ક્રમે રોન્ડારૂસ બાદમાં ગ્વાટીમાલાનો આવે છે.
અમેરિકી એજન્સીમાં હવે ઈમીગ્રેશન નિયમોનો ભંગ કરનારને પરત મોકલવા ચાર્ટર્ડ ફલાઈટ પણ ઉડાડે છે. કુલ 18000થી વધુ ભારતીયોને આ પ્રમાણે ઈમીગ્રેશન નિયમોના ભંગ બદલ ‘માર્કીંગ’ કરાયા છે.
જેમાં 2647ની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલ અટકાયત હેઠળ છે. કુલ 14.45 લાખ ઈમીગ્રેશન માટેના પુરતા ડોકયુમેન્ટ વગરના લોકોને અમેરિકી એજન્સીઓએ ઓળખી કાઢયા છે અને તેઓને તબકકાવાર પરત કરશે.
હાલના પ્રમુખ બાઈડનના શાસનમાં અત્યાર સુધીમાં 3467 ભારતીયોને પરત રવાના કરવામાં આવ્યા છે. હવે ટ્રમ્પ નીતિ લાગુ થયા બાદ તેમાં વધુ કડક નિયમો આવશે તે નિશ્ચિત જણાય છે.