સ્પેસ લેબમાં ફકત 8 દિવસ માટે ગયેલા અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવા એક મોટો પડકાર બન્યો હતો જે અમેરિકી અવકાશ સંસ્થા ‘નાસા’ અને એલન મસ્કની કંપની સ્પેસ-એકસ-એ પાર પાડયો છે.
રીટર્ન જર્નીમાં રશિયન સહિતના કુલ ચાર અવકાશયાત્રી પરત આવ્યા છે અને સુનિતા તથા તેના સાથીના પૃથ્વી પર સલામત પરતને વધાવી લેતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યુ કે ‘વાદા કિયા વાદા નિભાયા’ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ચુંટણી પ્રચારમાંજ સુનિતા અને તેના સાથીને સલામત પરત લાવવાનું વચન આપ્યુ હતું અને ટ્રમ્પે તેમાં ખાસ તેઓ ગલ્ફ ઓફ અમેરિકામાં પરત આવ્યા છે તે નોંધ લીધી.
તો સાથોસાથ સ્પેસ એકસ જે તેમના ખાસ સાથી એલન મસ્કની માલીકીની કંપની છે તેણે આ મિશન સફળ બનાવ્યું તે માટે ટ્રમ્પને પણ ધન્યવાદ આપ્યા હતા. વ્હાઈટ હાઉસે લખ્યું કે આ મીશનને પ્રાથમીકતા આપવા બદલ મસ્કનો આભાર માનુ છું.