ટ્રિપલ સી પરીક્ષામાં માર્ક્સ સુધારણામાં ગેરરીતિ મામલે (જીટીયુ)ના આઈટી વિભાગના ભૂતપૂર્વ વડા અને હાલના સિસ્ટમ એનાલિસ્ટ કેયૂર શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ મહેસાણા સ્થિત જીપેરી કોલેજમાં ફરજ પર હતા ત્યારે પરીક્ષાના પરિણામમાં માર્ક સુધારવામાં ગેરરીતિ આચરી હતી.
ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ જણાવ્યું હતું કે, સિસ્ટમ એનાલિસ્ટ (વર્ગ-2) કેયૂર શાહ 14 ઓક્ટોબર 2013થી 15 નવેમ્બર 2022 દરમિયાન આઈટી સેક્શનમાં ફરજ બજાવતા હતા. આ સમયમાં ટ્રિપલ સી પરીક્ષામાં માર્ક સુધારણા માટે આચરવામાં આવેલી ગેરરીતિ, ક્ષતિ સંબંધમાં શિસ્તવિષયક કાર્યવાહી હેઠળ તેમને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટીના હિતમાં ન હોવાથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.

જીટીયુના રજિસ્ટ્રાર કે. એન. ખેરના જણાવ્યાનુસાર, જીટીયુની મહેસાણા સ્થિત જીપેરી કોલેજમાં સિસ્ટમ એનાલિસ્ટ વર્ગ-2 તરીકે ફરજ બજાવતા કેયૂર શાહને ત્રિપલ સી પરીક્ષામાં માર્ક્સ સુધારણામાં ગેરરીતિ બદલ જીટીયુની બીઓજીએ કરેલા નિર્ણય અનુસાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ જીટીયુ તરફથી આ ત્રિપલ સી પ્રકરણમાં તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવનાર છે, જેના માટે કમિટીનું એક અઠવાડિયામાં ગઠન કરવામાં આવશે. કમિટી તપાસ પૂર્ણ કરીને જે રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય કરવામાં આવશે.