Stock Today

જાપાનમાં ટીનેજર છોકરીઓમાં.. ગરમ ગુંદરથી આંસુના ટીપા જેવો શેપ રચવાનો ટ્રેન્ડ !!

ટોકયો : જાપાનમાં થોડા સમય પહેલા ચહેરો જોઇને જ માંદગી વ્યકત થાય એવો મેકઅપ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. તાજેતરમાં એનાથીયે અલગ ટ્રેન્ડ શરૂ થયો છે. આંખમાંથી મોટા-મોટા આંસુડા સારવારનો, યંગ અને ટીનેજર છોકરીઓ ચહેરા પર ગરમ ગુંદરથી આંસુનાં ટીપાનો શેપ ચહેરા પર થ્રી ડાઇમેન્શનમાં બનાવે છે. ગુંદર સહેજ ગરમ  હોવાથી ત્વચા પર ચીટકી જાય છે.

પહેલા પ્લાસ્ટિક શીટ પર ગુંદરની ગનમાંથી આંસુનો શેપ બનાવવામાં આવે. એ ટીપું સેટ થઇને સહેજ ઠંડુ પડે એટલે શીટ પરથી કોઇને ચહેરા પર લગાવી દેવામાં આવે. ચહેરા પર એ ચીટકી રહે એ માટે આઇલેશિઝ લગાવવા માટે વપરાતો ગ્લુ યુઝ કરવામાં આવે. સહાનુભૂતિ મેળવવાના હેતુથી આ મેકઅપ-ટ્રેન્ડ શરૂ થયો છે. પણ ડર્મેટોલોજિસ્ટનું કહેવું છે કે એનાથી સ્મૂધ અને સિલ્કી સ્કીનને નુકસન થઇ શકે છે. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top