ચેટજીપીટીનો ઉપયોગ કરવું જેટલું સરળ અને ફાયદાકારક છે એટલો જ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. AIનો દુરુપયોગ કરવાનું હવે શરૂ પણ થઈ ગયું છે. OpenAIના ચેટજીપીટીની મદદથી હવે લોકોના ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. કોઈ પણ સરકારી કામ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જરૂરી છે અને આ જ ડોક્યુમેન્ટ ખોટા સરળતાથી બની શકતા હોય તો છેતરપિંડી કેટલી મોટી થઈ શકે એનો અંદાજ પણ નથી લગાવી શકાતો.
ચેટજીપીટીનું ઇમેજ જનરેશન ટૂલ, જિબ્લી સ્ટુડિયો થીમ માટે દુનિયાભરમાં ખૂબ જ ફેમસ થયું હતું. જોકે આ ફીચરનો ઉપયોગ હવે ખોટી રીતે કરવામાં આવી રહ્યો છે. છેતરપિંડી કરનારા હવે એની મદદથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જનરેટ કરી રહ્યાં છે. આ ટૂલ કેવી રીતે કામ કરે છે એ લોકોને બતાવવા માટે કેટલાક યુઝર્સ દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડ જનરેટ કરી લોકોকে સોશિયલ મીડિયામાં ચેતવવામાં આવ્યાં હતાં. આ વિશે એક યુઝરે કહ્યું કે ‘ચેટજીપીટી આધાર ઇમેજ પણ બનાવી શકે છે. આ કોઈ સારી વાત નથી. જોકે જાણવા જેવી વાત એ છે કે આ AIને ટ્રેનિંગ આપવા માટે આધાર ફોટોના ડેટા કંપની પાસે આવ્યા કેવી રીતે?’