સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં 2 ઓગસ્ટ, 2024ના કોર્ટના જ આદેશની સમીક્ષાની કરવાની માગ કરવામાં આવી છે, જેમાં 2018ની ચૂંટણી બોન્ડ યોજના હેઠળ રાજકીય પક્ષોને મળેલા 16,518 કરોડ રૂપિયા જપ્ત કરવાની માગ કરતી અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. રિવ્યૂ પિટિશનમાં 2 ઓગસ્ટ 2024ના આદેશને પાછો ખેંચવાની માગ કરવામાં આવી હતી, જેમાં યોજના હેઠળ પ્રાપ્ત ફંડને જપ્ત કરવાની માગ કરતી અગાઉની અરજીને ફગાવી દેવામાં આવી હતી. તેથી, અરજી પુનઃસ્થાપિત કરવા અને નવેસરથી સુનાવણી કરવાની માગ કરવામાં આવી છે.
હકીકતમાં સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 2 ઓગસ્ટના રોજ ખેમ સિંહ ભાટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સહિત અનેક અરજીઓને ફગાવી દીધી હતી, જેમણે ચૂંટણી બોન્ડ યોજના (EBS)ની કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરી હતી અને કહ્યું હતું કે, તમે એક ફરતી તપાસનો આદેશ ન આપી શકો.
એડવોકેટ જયેશ કે ઉન્નીકૃષ્ણન અને એડવોકેટ વિજય હંસરિયા દ્વારા દાલ કરવામાં આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 15 ફેબ્રુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટે બીજા કેસમાં – એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) vs યુનિયન ઓફ ઈન્ડિયામાં બંધારણની કલમ 19(1)(a)નું ઉલ્લંઘન કરવાના કારણે EBSને ગેરબંધારણીય માન્યુ હતું.
તેમાં તર્ક આપવામાં આવ્યો છે કે, ચૂંટણી બોન્ડ યોજના અને વિવિધ કાયદાકીય જોગવાઈઓને ગેરબંધારણીય જાહેર કરવાની અસર એ છે કે, ઉપરોક્ત યોજના ક્યારેય અસ્તિત્વમાં હતી જ નહીં અને શરૂઆતથી જ અમાન્ય છે અને તે કાયદાની એક સ્થાયી સ્થિતિ છે કે કોર્ટ ફક્ત કાયદો મેળવે છે તે કાયદો નથી બનાવતી. ADR કેસમાં આપવામાં આવેલા નિર્ણયમાં ચૂંટણી બોન્ડને શરૂઆતથી જ અમાન્ય ગણવામાં આવ્યા છે. તેથી, રાજકીય પક્ષોને મળેલા ફંડને જપ્ત કરવાની માગ કરતી અરજીને ફગાવી ન શકાય.
અરજી પ્રમાણે ADR કેસમાં આ કોર્ટ દ્વારા એવી ઘોષણા ન કરવાના કારણે કે નિર્ણય સંભવિત રીતે લાગુ થશે, ખરીદીની તારીખે ચૂંટણી બોન્ડ યોજનાનું અસ્તિત્વ હાલની રિટ અરજીને ફગાવી દેવા માટેનું કારણ ન બની શકે. ચૂંટણી બોન્ડ યોજના શરૂ થયાની તારીખથી જ તમામ હેતુઓ માટે સમાપ્ત થઈ ગઈ હતી અને જરૂરી પરિણામો આવવા જ જોઈએ.
અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, અગાઉની ખંડપીઠ દ્વારા રિટ પિટિશનને ફગાવી દેવા માટે ચૂંટણી બોન્ડને મંજૂરી આપતા સંસદીય કાયદાના અસ્તિત્વ પર વિશ્વાસ કરવો એ રેકોર્ટ સામે સ્પષ્ટ ત્રુટિ છે. ADR ના નિર્ણયે પોતાના તારણોને સંભવિત જાહેર ન કર્યા, એનો અર્થ એ થયો કે, ચૂંટણી બોન્ડનું સમર્થન કરનારા વૈધાનિક માળખાને શરૂઆતથી જ અમાન્ય ગણાવું જોઈતું હતું.
અરજીમાં તર્ક આપવામાં આવ્યો છે કે, આ નિર્ણયનો પૂર્વવ્યાપી પ્રભાવ હતો, જેના કારણે EBS તેની શરૂઆતથી જ નિરર્થક બની ગયું હતું. ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા EBS હેઠળ રાજકીય પક્ષોને મળેલી રકમ જપ્ત કરવાની માગ કરતી અરજીઓને ફગાવી દેવાથી ADRના નિર્ણયમાં સુધારો થયો છે જે પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે આપ્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટના નિર્દેશો હેઠળ જાહેર કરાયેલા પુરાવા EBS દ્વારા આપવામાં આવેલા દાન અને કોર્પોરેટ દાતાઓ દ્વારા પ્રાપ્ત લાભો વચ્ચેના લેવડ-દેવડને રેખાંકિત કરે છે, જે ખંડપીઠના આ નિષ્કર્ષોનું ખંડન છે કે આવા દાવાઓ માત્ર અટકળો છે.
કોર્ટે કહ્યું કે, આ કોર્ટના નિર્દેશ પ્રમાણે ચૂંટણી બોન્ડ અંગેની માહિતીનો ખુલાસો કરવાથી એ સ્પષ્ટપણે સ્થાપિત થાય છે કે રાજકીય પક્ષોને આપવામાં આવેલા દાન અને કોર્પોરેટ ગૃહોને મળતા લાભો વચ્ચે લેવડ-દેવડ થયું હતું અને તે અવલોકનની રિટ અરજી દાતા અને દાન લેનાર વચ્ચેના વ્યવહારની ધારણા પર આધારિત છે અને અરજદાર સતત તપાસની માગ કરી રહ્યો છે તે સ્પષ્ટપણે ત્રુટિપૂર્ણ છે.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે 15 ફેબ્રુઆરી 2024ના રોજ પૂર્વ CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની ખંડપીઠે ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલ રાજકીય ભંડોળ માટે ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી હતી.