અમદાવાદ
ચંડાળો તળાવ પાસે પ્રશ્ચિમ બંગાળની અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ આચરીને મરધી કાપવાની છરીથી કાપી નાંખવાની ધમકી આપનાર ઈરાન કલામીંયા શેખ અને મહાબુર ખુશદીલ શેખને અત્રેના અધિક સત્ર ન્યાયાધીશ પ્રકાશ ખુબચંદ ખાનચંદાણીએ ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા અને કુલ વીસ હજાર દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ચંડોળા તળાવ પાસે રહેતા અસ્થિર મગજની યુવતીને ત્યાં જ રહેતા ઈરાન કલામીંયા શેખ અને મહાબુર ખુશદીલ શેખ તેનીના ઘરે વારા ફરતી આવીને મરઘી કાપવના છરીથી મારી નાંખવાની ધમકીઓ આપીને દુષ્કર્મ આચરતા હતા. ભોગ બનેલી યુવતીને પેટ બહાર આવતા અને ઉલ્ટીઓ થતા તેના પરિવારે તેને સમજાવીને પુછપરછ કરી હતી ત્યારે અસ્થિર મગજની યુવતીએ કહ્યુ કે, ફરિયાદી ભીખ માંગવા બહાર જતા ત્યારે ઈરાન કલામીંયા શેખ અને મહાબુર ખુશદીલ શેખ ઘરે અલગ અલગ સમયે આવતા હતા અને દુષ્કર્મ આચરતા હતા. આ ઉપરાંત આ વાત કોઈને કહીશ તો મરઘી કાપવાની છરીથી મરધી કાપે તેમ કાપીને જાનથી મારી નાંખીને ચંડોળા તળાવમાં ફેંકી દેશે તેવી ધમકી આપતા હતા. જે અંગે ઈસનપુર પોલીસ મથકમાં ભોગ બનેલી યુવતીના પરિવારે ફરિયાદ કરી હતી. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. દરમ્યાનમાં બન્ને આરોપીઓ સામે કેસ ચાલતા સરકારી વકીલ મીનલ ભટ્ટે ૧૩ સાક્ષીઓ અને ૩૧ દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, અંશત ઃઅસ્થિર મગજની યુવતી પર અવાર-નવાર એટલે કેસ પાંચ માસ સુધી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. જેના પગલે એક પુત્રનો જન્મ થયો હતો. જે એક માસ પહેલા મૃત્યુ પામ્યો છે. ભોગ બનનાર તથા તેનીના મૃત્યુ પામનરા પુત્રના ડીએનએ આરોપી ઈરાન કલામીંયા શેખ સાથે મળતો આવે છે. આમ આરોપી ઈરાન શેખ તેનો જૈવિક પિતા હોવાનું રેકર્ડ ઉપર પુરવાર થાય છે. બન્ને આરોપીઓ સામે ગુનો પુરવાર થતો હોય સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવી જરૂરી છે. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે.
સુસંસ્કૃત સમાજ માટે લાંછનરૂપ છે તે કોઈપણ સંજોગોમાં સાંખી શકાયઃસેશન્સ કોર્ટ
કોર્ટે બન્ને આરોપીને ગુનેગાર ઠરાવીને નોંધ્યુ હતુ કે, ભોગ બનનાર બનાવ સમયે અંશતઃ અસ્થિર મગજની હતી અને આરોપીઓ તેનીની માનસિક અવસ્થાનો ગેરલાભ લઈ ફરિયાદીની ગેરહાજરીમાં પાંચેક માસ સુધી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. જેના સ્વરૂપે એક પુત્રને જન્મ આપેલ હતો જે એક માસની અંદર જ ગુજરી ગયો હતો. આ તમામ કૃત્ય આરોપીઓએ ભોગ બનનારને ચાકુથી ડરાવી ધમકાવી આચરેલ હતો. સુસંસ્કૃત સમાજ માટે લાંછનરૂપ છે તે કોઈપણ સંજોગોમાં સાંખી શકાય તેમ નથી. ફરિયાદી ભીખ માંગીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેા સંજોગોમાં આવા ગરીબ વર્ગના પરિવાર સાથે બનેલ આ કમનસીબ ઘટના ફરિયાદ પક્ષે પુરવાર કરી છે. આરોપીઓને જો ઓછી સજા કરવામાં આવે તો સમાજમાં તેની વિપરિત અસર પડે તેમ છે અને આવું કૃત્ય કરનારાઓને પ્રોત્સાહન મળી રહે. જેથી આરોપીઓને કાયદામાં મુકરર કરેલ સજા ફરમાવવી ન્યાયહિતમાં વ્યાજબી જણાય છે. ભોગ બનેલી અસ્થિર મગજની યુવતીને અસહ્ય વેદના અને પીડા ભોગવી પડી હોય ગુજરાત કાનુની સેવા સત્તા મંડળને વ્યાજબી વળતર ચુકવવા માટે ભલામણ કરવામાં આવે છે.