રત કૂદકે ને ભૂસકે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. ભારતમાં હાલ તહેવારોની સીઝન પૂર્ણાહુતિ અને લગ્નગાળાની સીઝનની શરૂઆત થઈ રહી છે. તેવામાં લોકો ટ્રાન્સપોર્ટેશન માટે હવાઈ મુસાફરીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યાં છે. ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા પ્રથમ વખત એક જ દિવસમાં ૫ લાખને પાર નીકળી છે.
૧૭ નવેમ્બરે ૫ લાખથી વધુ મુસાફરોએ એરલાઈન્સની સેવાઓનો લાભ લીધો હતો. પ્રસ્થાન થયેલ ફ્લાઈટની સંખ્યા ૩૧૭૩ રહી હતી. આ નવા કીર્તિમાનના જોરે ઈન્ટરગ્લોબ અને સ્પાઈસજેટના શેર ઉંચકાયા હતા. એક્સ પ્લેટફોર્મ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઐતિહાસિક સીમાચિહ્નની પ્રશંસા કરતા કહ્યું કે, ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ભારતીય એરલાઈન્સ સેક્ટરે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. એક જ દિવસમાં ૫,૦૫,૪૧૨ સ્થાનિક મુસાફરોએ ઉડાન ભરી છે. પ્રથમ વખત ભારતે ૫ લાખ પેસેન્જરની થ્રેશોલ્ડને વટાવી છે. સેક્ટરની ઝડપી વૃદ્ધિની સાથે હવાઈ મુસાફરી પ્રત્યે ભારતીયોના વધતા વિશ્વાસ અને વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
સપ્ટેમ્બરના ડીજીસીએના આધિકારીક આંકડા પર નજર કરીએ તો એરલાઈન્સ સેક્ટરમાં ઈન્ડિગોનો બજાર હિસ્સો વધીને ૬૩ ટકા થયો છે. એર ઈન્ડિયાનો હિસ્સો ૧૫ ટકા, અકાસા એરનો ૪.૪ ટકા અને સ્પાઈસ જેટનો ૨ ટકા ઘટયો હતો. સપ્ટેમ્બરમાં સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિક ૬ ટકા વધીને ૧.૩ કરોડ થયું હતુ.