ગુજરાતની બેન્કોમાં 2.22 કરોડથી વધુ બચત ખાતાઓમાં યુપીઆઇ કે મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ થતો નથી. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી(એસએલબીસી)ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં કુલ 6.80 કરોડ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ડિજિટલ બેન્કિંગ માટે યોગ્યતા ધરાવે છે. તેમાંથી 67.23% એકાઉન્ટમાં મોબાઇલ બેન્કિંગ કે યુપીઆઇની સુવિધા છે. જ્યારે 32.77% બચત ખાતામાં લોકો યુપીઆઇ કે મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરતાં નથી. રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ડિસેમ્બર 2024ની સ્થિતિએ એક વર્ષમાં લોકોની ડિપોઝિટ 86 હજાર કરોડ રૂપિયા વધીને 12.68 લાખ કરોડ થઇ છે. સપ્ટેમ્બર 2024થી ડિસેમ્બર 2024 સુધીના ચાર મહિનામાં બેન્ક ડિપોઝિટમાં 0.033% એટલે કે 422 કરોડ રૂપિયાનો જ વધારો થયો છે.
ઉપરોક્ત ખાતા સિવાય રાજ્યમાં 2 કરોડ બચત ખાતા કોઇ પણ ડિજિટલ સેવા માટે યોગ્યતા ધરાવત. જેમાં મોટા ભાગના ખાતામાં 2 વર્ષ કે વધુ સમયથી કોઇ પણ ટ્રાન્ઝેક્શન ના થતા ડોરમન્ટ(નિષ્ક્રિય) થઇ ગયા છે. 2 કરોડ ખાતા ડિજિટલ બેન્કિંગ માટે અયોગ્ય ઉપરોક્ત સિવાય ગુજરાતમાં 2.01 કરોડ બચત ખાતા ડિજિટલ બેન્કિંગ પ્રોડક્ટ માટે અયોગ્ય છે. તેમાં મોટા ભાગના એકાઉન્ટ ડોરમન્ટ છે, એટલે કે તેમાં 2 કે વધુ વર્ષથી કોઇ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા નથી. આ સિવાય તેમાં જોઇન્ટ એકાઉન્ટ હોલ્ડર્સ, માઇનોર એકાઉન્ટ, સરકારી યોજના કે સંસ્થાગત ખાતા સામેલ છે જેને ડિજિટલ સેવા માટે ગણાવામાં આવતા નથી.
બચત ખાતા | 6.80 કરોડ |
ડેબિટ કાર્ડ | 65.95% |
નેટ બેન્કિંગ | 33.54% |
UPI/મો.બેન્કિંગ | 67.23% |
આધાર એનેબલ | 80.35% |