ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઈ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
આગામી ત્રણ દિવસ આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી
રાજ્યમાં આજે બુધવારે (2 એપ્રિલ, 2025) હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવનું યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે.