વેજલપુરમાં રહેતી 24 વર્ષીય યુવતીએ લગભગ ત્રણ વર્ષ પહેલાં તેની સાથે કામ કરતાં વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં. સગર્ભાવસ્થાને પગલે યુવતીએ રાજીનામું આપ્યું ત્યાં સુધી એક વર્ષ સુધી બધું સારું હતું પછી નાણાકીય મુદ્દાઓએ દંપતી વચ્ચે ફાચર શરૂ કર્યું અને તેઓએ તેમનાં પ્રથમ સંતાનનાં જન્મ પછી છુટાછેડા લીધાં હતાં.
2018માં ઘરેલુ હિંસાના કોલ્સ 52813 હતાં, જે 2024માં 99960 થયાં છે
અભયમ 181 સાથેનાં કાઉન્સેલરે જણાવ્યું હતું કે, “તેને તેનાં પરિવારની મરજી વિરૂધ્ધ પ્રેમ લગ્ન કર્યા હોવાથી. તે તેમની પાસે પાછા જવામાં અચકાતી હતી. તેનો પતિ તેની સાથે હિંસા કરતો હતો તે બધું સહન કરતી રહી. તેને જ્યારે તેનાં બાળકને જન્મ આપ્યો ત્યારે જ તે હેલ્પલાઇન પર આવી હતી.
વુમેન્સ હેલ્પલાઈન પર 2024 માં એક લાખ જેટલી ઘરેલુ હિંસાની ફરીયાદો પ્રાપ્ત થઈ હતી, તે દર પાંચ મિનિટે એક કોલ જેટલી થાય છે.
આંકડાને જોઈએ તો, 2018માં ઘરેલુ હિંસાના 52813 કોલ્સ નોંધાયાં હતાં. અભયમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આનો અર્થ એ છે કે છ વર્ષમાં મદદ માટેના કોલ લગભગ બમણાં થઈ ગયાં છે. કુલ કોલ્સમાં ઘરેલું હિંસાનાં કેસોનો હિસ્સો 2018માં 32 ટકા થી વધીને 2024 માં 99960 થયો જે 46 ટકા જેટલો થાય છ
અમદાવાદમાં હેલ્પલાઇનના સંયોજક ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે લગભગ 50 ટકા કોલ માટે ડિસ પેચિંગ વાહનોની જરૂર પડે છે. “બાકીના કોલર્સ પોલીસ સ્ટેશનો અથવા કાનૂની પ્રક્રિયાઓ વિશે માહિતી માંગે છે. અમે કોવિડ પછી ઘરેલુ હિંસાના વધતાં વલણને જોયા છે જે મહિલા જાગૃતિને કારણે થયો છે.
અભયમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘરેલું ઝઘડાના કેટલાક કારણોમાં બાળકોની કસ્ટડી , કાયદા સાથેનાં વિવાદો , નાણાકીય સમસ્યાઓ અને દહેજની માંગનો સમાવેશ થાય છે. અડધોઅડધ ડિસ્ટ્રેસ કોલ પોલીસનાં હસ્તક્ષેપમાં પરિણમે છે, જ્યારે 20 ટકા મહિલાઓ વન-સ્ટોપ સેન્ટર્સ પર આશ્રય લે છે અને 10 ટકા સગાંઓના ઘરની પસંદગી કરે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓછા કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. જો કે , માત્ર ઓછા ટકા કેસો એફઆઈઆરએસમાં પરિણમે છે કારણ કે કોલ્સ ઘણીવાર સમસ્યાઓ ઉકેલવાના પ્રારંભિક પ્રયાસો હોય છે.
વર્ષ 2024 માં 2023 ની સરખામણીમાં ત્રણ વિશિષ્ટ કેટેગરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેમાં નાણાકીય અથવા રોજગાર સમસ્યાઓમાં 23 ટકા, પીછો કરવો 19 ટકા, અને વાલીપણા સંબંધી સમસ્યાઓ 13 ટકા. મહિલાઓ તરફથી તણાવ સંબંધિત ફરિયાદોમાં પણ 12 ટકાનો વધારો થયો છે.
મહિલાઓ સાથે કામ કરતી શહેર સ્થિત એનજીઓએ જણાવ્યું હતું કે તકલીફના કિસ્સાઓ નવાં નથી, મહિલાઓ વધુ અવાજ ઉઠાવી રહી છે અને ઉકેલો શોધી રહી છે.