Stock Today

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAY યોજના અંતર્ગત 2024માં કુલ 1595 દર્દીની સારવાર કરી 9 કરોડના ક્લેઈમ મેળવ્યા

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAY યોજના અંતર્ગત કરેલી સારવાર અને ક્લેઈમની વાત કરીએ તો 2022માં 940 દર્દીઓની સારવાર સામે 4 કરોડ 4 લાખ 56 હજાર 345ની રકમના ક્લેઈમ કર્યા છે. 2023માં કુલ 2411 દર્દીની સારવાર કરી છે જેની સામે 13 કરોડ 44 લાખ 35 હજાર 682 રકમના ક્લેઈમ કર્યા છે. 2024માં કુલ 1595 દર્દીની સારવાર કરી છે જેની સામે 8 કરોડ 99 લાખ 60 હજાર 281ની રકમનો ક્લેઈમ કર્યા છે.

ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના અંતર્ગત એનરોલમેન્ટ બાદ 2021 થી 2024 દરમિયાન કુલ 4947 દર્દીઓની સારવાર કરી છે જેની સામે કુલ 26 કરોડ 48 લાખ 52 હજાર 308 રકમના ક્લેઈમ કર્યા છે. આ તમામ સારવારની પ્રતિ દર્દી દીઠ સરેરાશ રકમ ગણીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પેશન્ટ દીઠ સરેરાશ 53,548 રકમનો ક્લેઈમ કર્યો છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ક્લેઈમમાં સૌથી મોટી રકમનો ક્લેઈમ 2024ના ઓક્ટોબર માસમાં તારીખ 1 અને તારીખ 28 ના રોજ કરવામાં આવ્યો છે. આ રકમ રૂપિયા 4 લાખ 53 હજાર 200 છે જ્યારે સૌથી ઓછી રકમના ક્લેઇમ વર્ષ 2023ના ડિસેમ્બર માસ ની 7 તારીખના રોજ કર્યો છે. આ ક્લેઈમ ની રકમ 2145 છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top