130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવેલ છે. Crpc 164 મુજબ 07 સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે એક સાક્ષીનું નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. તપાસ દરમ્યાનમાં કુલ 20 ઇલેક્ટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં આવેલ
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમબ્રાંચ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. આ કેસમાં આ કામે કુલ 09 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અગાઉ 08 આરોપીઓની વિરુધ્ધમા 07 ફેબ્રુઆરી, 2025ના રોજ ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવા આવી હતી. આરોપી કાર્તિક પટેલ વિરુધ્ધ તપાસ ચાલુ હતી જેની પુરવણી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલના કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરાયા બાદ હવે તેની સામે ગ્રામ્ય કોર્ટમાં ક્રાઈમ બ્રાંચે ચાર્જશીટ ફાઈલ કરી છે. 6 હજારથી વધુ પાનાની આ ચાર્જશીટમાં 130 મહત્વના સાક્ષીઓના નિવેદનનો સમાવેશ કરાયો છે.
164 મુજબ સાત વ્યક્તિઓના નિવેદન લેવાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે. 20 ઈલેક્ટ્રોનિક પુરાવા ક્રાઈમ બ્રાંચે કબ્જે કર્યા છે. પીએમજયની એએસઓપી અને દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યાં છે.
આ ચાર્જશીટમાં સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે. ક્રાઈમ બ્રાંચે રજૂ કરેલી ચાર્જશીટમાં ખ્યાતિ કાંડમાં સંકળાયેલા 34 બેંક એકાઉન્ટની વિગતો પણ રજૂ કરાઈ છે.
35 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ પણ કબ્જે કરવામાં આવ્યાં છે. હોસ્પિટલના ઓડિટ અંગે પણ ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે. 35 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ પણ કબજે કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ઓડિટ અંગે પણ ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે. અગાઉ આઠ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે.ચાર્જશીટમાં દર્શાવ્યા પ્રમાણે 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવેલ છે. Crpc 164 મુજબ 07 સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે એક સાક્ષીનું નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. તપાસ દરમ્યાનમાં કુલ 20 ઇલેક્ટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં આવેલ છે. તપાસ દરમ્યાનમાં કુલ-38 ફાઈલો કબ્જે કરવામાં આવેલ છે. તપાસ દરમ્યાન કુલ 11 રજીસ્ટરી કબ્જે કરવામાં આવેલ છે.
PM-JAY ગાંધીનગરથી SOP તથા દસ્તાવેજો મેળવવામાં આવેલ છે. બજાજ એલીયાન્સ ઇન્સયોરન્સ કંપનીમાંથી SOP તથા દસ્તાવેજો મેળવવામાં આવેલ છે. સરકાર તરફથી રચના કરેલ તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવેલ છે. હોસ્પિટલના ઓડીટ રીપોર્ટ મેળવેલ છે. ROC માંથી માહિતી મેળવેલ છે. કુલ 34 બેન્કના ખાતાની માહિતી મેળવવામાં આવેલ છે.
આરોપીઓની મિલ્કત સબંધિત નોંધણી નિરીક્ષકની કચેરી ગાંધીનગર ખાતેથી માહિતી મેળવવામા આવેલ છે. કેમ્પના દર્દીઓની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવેલ છે. દર્દીઓના કુલ-37 હિસ્ટ્રી ફોર્મ કબ્જે કરવામાં આવેલ છે. સરકાર તરફથી નિમણૂક કરવામાં આવેલ સી.એ નો રીપોર્ટ મેળવવામા આવેલ છે. આમ કુલ મળી 6070 પાનાનુ ચાર્જશીટ કરવામાં આવેલ છે.