Stock Today

કર્ણાટકમાં ભ્રષ્ટાચાર સામે દારૂના વેપારીઓ ભડક્યાં, 10 હજારથી વધુ દુકાનો બંધ રાખવાનું એલાન

કર્ણાટકના ફેડરેશન ઓફ વાઈન મર્ચન્ટ એસોસિએશને રાજ્યમાં સ્થિત 10800થી વધુ ખાનગી દારૂની દુકાનોને 20 નવેમ્બરે બંધ પાળવા આદેશ આપ્યો છે. આબકારી વિભાગે કથિત રૂપે ભ્રષ્ટાચાર અને સરકાર દ્વારા તેમની માગ પર ધ્યાન ન આપવાના વિરોધમાં બંધનું એલાન જાહેર કર્યું છે. આ બંધના કારણે કર્ણાટકમાં તમામ ખાનગી દારૂની દુકાનો બંધ રહેશે, માત્ર સરકારી દુકાનો ખુલ્લી રહેશે. એસોસિએશને કર્ણાટક આબકારી અધિનિયમની કલમ 29માં સુધારા કરવાની માગ કરી છે. જે સરકારી અધિકારીઓને આબકારી લાયન્સ તથા પરમિટ રદ કરવાનો હક આપે છે.

એસોસિએશને રાજ્યના આબકારી વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવા નિર્દેશ કર્યો છે, તેમજ તેનો નાણા મંત્રાલયમાં વિલય કરવા અપીલ કરી છે. કર્ણાટક રાજ્ય પર્યટન હોટલ માલિક સંઘે એસોસિએશનના નિર્ણયનું પાલન કરવાનો ઈનકાર કર્યો છે. ફેડરેશન ઓફ વાઈન મર્ચન્ટ એસોસિએશનના મહાસચિવ બી. ગોવિંદરાજ હેગડેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમની માગ સંતોષવા માટે એક બેઠક  કરવી જોઈએ. જો કે, વિભાગ પાસે બજેટ ન હોવાથી તેમણે નાણા મંત્રાલયના નિયંત્રણ હેઠળના નાણા વિભાગમાં આબકારી વિભાગનો વિલય કરવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top