નવી દિલ્હી –
જાન્યુઆરીથી ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025ના નેજા હેઠળ યોજાનારા આગામી ઓટો એક્સ્પોમાં 40થી વધુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ થવાની અપેક્ષા છે, એમ એક સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ વિમલ આનંદે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નો એક ભાગ એવા ‘ભારત બેટરી શો’ ના પૂર્વાવલોકન દરમિયાન કહ્યું હતું કે, વિઝા એક મુદ્દો બની રહ્યો હોવાથી ચીની કંપનીઓ આ શોમાં મોટાપાયે ભાગ લે તેવી શક્યતા ઓછી છે, જોકે તેમાંથી કેટલીક આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે.
“ગયા વર્ષે મોબિલિટી શો ભારત મંડપમ ખાતે યોજાયો હતો, પરંતુ આ વર્ષે અમે તેને ત્રણ ગણો મોટો કરી દીધો છે અને અમે તેનું આયોજન માત્ર ભારત મંડપમમાં જ નહીં, પણ યશોભૂમિ (ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, દ્વારકા) અને ઇન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઇડામાં પણ કરવા જઈ રહ્યા છીએ.
ઓટો શો મુખ્ય આકર્ષણ હશે અને ઓટોમોબાઇલ્સ સાથે બેટરી શો અને ટાયર શો સહિત આ ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય સેગમેન્ટ્સ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ શો ભારત મંડપમ ખાતે યોજાશે, એમ તેમણે ઉમેર્યું હતું.
“ઓટો શો દરમિયાન 40 થી વધુ લોંચ થવા જઈ રહ્યા છે “, આનંદે કહ્યું, આ લોન્ચીસ ટુ-વ્હીલરથી લઈને પેસેન્જર વાહનોથી લઈને બસો સુધીના વ્હીકલ સેગમેન્ટમાં હશે. ઓટો શો બીટુબી તેમજ બીટુસી શો હશે અને તેમાં મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જ્યારે ચીનની કંપનીઓના ભાગ લેવા બાબત વિઝાના મુદ્દાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શ્રી આનંદે કહ્યું, “ચીનમાં હજુ પણ કામ ચાલી રહ્યું છે. તમે વિવિધ આગંતુકોની તપાસ કરે છે તે ભારતીય મંત્રાયલયની મુંઝવણ અને આશંકાઓથી જ્ઞાત છો જ. અમે હજુ પણ તેના પર કામ કરી રહ્યા છીએ. હું તમને ચોક્કસપણે તે બાબતે કહી શકું નહિ.
એક્સ્પોમાં ચીની કંપનીઓ દ્વારા મોટા પાયે ભાગ લેવા બાબતે તેમણે કહ્યું હતું કે, “વિઝા એક સમસ્યા હોઈ શકે છે કારણ કે તે એક વ્યક્તિના હાથમાં નથી. ભારતમાં ચીનથી આવતા મુલાકાતીઓની તપાસ કરવા માટે ઘણી બધી વ્યવસ્થાઓ છે.”
જોકે, આનંદે કહ્યું, “કેટલીક કંપનીઓ ભાગ લઈ રહી છે. બી.વાય.ડી (ચીનની પ્રખ્યાત ઓટો કંપની) ભાગ લઇ રહી છે.”
આનંદે જણાવ્યું હતું કે, જ્યારે ઓટો-કંપોનેન્ટસનો શો યશોભૂમિ ખાતે યોજાશે, ત્યારે ગ્રેટર નોઈડા ખાતે નિર્માણ ઉપકરણો હશે જે શહેરી પરિવહન માળખું દર્શાવશે, જેમાં માત્ર સડક પરિવહન જ નહીં પરંતુ ડ્રોન શો જેવા હવાઈ પરિવહન તેમજ જળ પરિવહન માળખાનો પણ સમાવેશ થાય છે.
ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું આયોજન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ક્ષેત્રીય ઉદ્યોગ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
જાન્યુઆરી 1,2025 થી યોજાનારા ભારત બેટરી શોના પૂર્વાવલોકનમાં બોલતા, ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ (આઇ.ઇ.એસ.એ.) ના પ્રમુખ દેવી પ્રસાદે જણાવ્યું હતું કે ઊર્જા સંગ્રહ અને ચાર્જિંગ ઇકોસિસ્ટમમાં વિવિધ હિતધારકો તરફથી 20 થી વધુ ઉત્પાદનો લોન્ચ કરવામાં આવશે.
“ગયા વર્ષે, આઇ.ઇ.એસ.એ. (ભારત બેટરી શો) માં આશરે 50 પ્રદર્શકો હતા. આ વર્ષે અમને પહેલેથી જ 80 પાસેથી કન્ફર્મેશન મળ્યું છે અને વિવિધ દેશોમાંથી 100 પ્રદર્શકોની અપેક્ષા છે. માત્ર ભારતની કંપનીઓ જ નહિ, અમારી પાસે યુ.એસ.એ., જાપાન, જર્મની, ઇટાલી, સિંગાપોર અને ચીન સહિત વિશ્વભરની કંપનીઓ આવી રહી છે “, તેમણે ઉમેર્યું.
પ્રસાદે જણાવ્યું હતું કે ઘણી કંપનીઓ તેમની ભાવિ વ્યૂહરચનાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે અને કેટલીક કંપનીઓએ પહેલેથી જ તેમની યોજનાઓ જાહેર કરી દીધી છે.
રીપ્લસે તેના નવા લિથિયમ-આયન બેટરી ઉત્પાદનોના લોન્ચની જાહેરાત કરી છે, જે ખાસ કરીને ઇલેક્ટ્રિક ટ્રકો (ઇ-ટ્રક) માટે બનાવવામાં આવી છે, જ્યારે યુમા એનર્જીએ જણાવ્યું હતું કે તે નવી જનરેશન 5 બેટરી અને તેના પ્રકારની પ્રથમ ડી.આઈ.વાય. ચાર્જિંગ એકમોનું અનાવરણ કરશે.
બીજી તરફ સ્ટેટિક ભારત મોબિલિટી શો 2025માં ઇલેક્ટ્રિક વાહનો માટે તેના નવા લોન્ચ કરાયેલા કોમ્પેક્ટ, ઝડપી અને અનુકૂળ ચાર્જિંગ સોલ્યુશનનું પ્રદર્શન કરશે.