મેળાની શરૂઆત પણ અનોખા અવાજથી થાય છે. ગર્દભ હોંચી-હોંચી કરતો હોય એવા અવાજ સાથે મેળાનો શુભારંભ થાય છે.
બનારસ અને અહીંની પરંપરા અનોખી છે. અહીં અનોખાં આયોજનો થતાં હોય છે. પહેલી એપ્રિલ જગતઆખામાં વિશ્વ મૂર્ખ દિવસના રૂપમાં ઊજવાય છે ત્યારે બનારસમાં આ દિવસની અનોખી ઉજવણી થાય છે. અહીં મોટા-મોટા બુદ્ધિજીવીઓ મૂરખ બનીને એ મેળાવડામાં સામેલ થાય છે અને મૂરખો જેવી હરકતો કરે છે. આ મેળામાં દુલ્હો દુલ્હનનો વેશ ધારણ કરે છે અને દુલ્હન દુલ્હાનો. અગડમ-બગડમ મંત્રોચ્ચાર કરીને તેમની લગ્નવિધિ કરાવવામાં આવે છે અને આ જ મેળામાં લગ્ન તૂટી પણ જાય છે. જોકે આ મેળાની શરૂઆત પણ અનોખા અવાજથી થાય છે. ગર્દભ હોંચી-હોંચી કરતો હોય એવા અવાજ સાથે મેળાનો શુભારંભ થાય છે. આ બધું વારાણસીના ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઘાટ પર થાય છે. આ વર્ષે પણ મહામૂર્ખ સંમેલન ભરાયેલું જે લગાતાર ૫૭મું વર્ષ હતું.