નવી દિલ્હી – એલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડે મંગળવારે જણાવ્યું હતું કે તે મધ્ય પ્રદેશના પીથમપુરમાં તેની ઉત્પાદન સુવિધા રુબિકોન રિસર્ચ લિમિટેડને રૂ.149 કરોડમાં જે તે એકમદીઠ કિંમત આધારે વેચાણ કર્યું.
અલ્કેમ લેબોરેટરીઝે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીએ 6 જાન્યુઆરી, 2025ના રોજ રુબિકોન રિસર્ચ લિમિટેડ સાથે સ્લમ્પ બેઝ વેચાણના અન્વયે કારોબાર તબદીલ કરવાનો કરાર કર્યો છે. વેચાણમાંથી મળેલી રકમ રૂ.149 કરોડ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
કંપનીએ જણાવ્યું હતું કે આ વેચાણ “હાલની નેટવર્કિંગ વ્યૂહરચના અને ઉત્પાદન સુવિધાઓના મહત્તમ ઉપયોગની પહેલ” નો એક ભાગ છે.
રુબીકોન રિસર્ચ લિ. એ ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનના વિકાસ, ઉત્પાદન, વિતરણ અને વેચાણના કારોબાર સાથે સંકળાયેલ કંપની છે, એમ કંપનીએ જણાવ્યું હતું.