ઉપાસના સ્થળ એક્ટનું પરિક્ષણ, મેરીટલ રેપ અપરાધ કે નહીં?, ચૂંટણી કમિશ્ર્નરોની નિયુક્તિ, ત્રણ તલાક સહિત અનેક મહત્વના કેસો પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
નવી દિલ્હી
સુપ્રિમ કોર્ટ આવનારા વર્ષ 2025માં અનેક મહત્વના કેસોમાં સુનાવણી કરશે તેની દુરગામી સામાજિક, ધાર્મિક, પારિવારિક અને રાજનીતિક અસર જોવા મળી શકે છે. આમાંથી અનેક મામલા ઘણા ચર્ચામાં રહ્યા છે અને તેના પર સુપ્રિમ કોર્ટના ફેસલાની નજર છે ઇંતઝાર છે.
ઉપાસના એક્ટ પરીક્ષણ:- સુપ્રિમ કોર્ટ-પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ 1991ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ કાયદો 15 ઓગસ્ટ 1947ની સ્થિતિ અનુસાર ધાર્મિક માળખાની યથા સ્થિતિ જાળવી રાખવા અને તેમાં ફેરફાર માટે કાનૂની કાર્યવાહી પર રોક લગાવે છે. સરકારે હજુ સુધી આ મામલે જવાબ રજુ નથી કર્યો.
મેરીટલ રેપ અપરાધ કહેવાશે કે નહીં?
મેરીટલ રેપના કેસમાં પતિને અપવાદમાં રાખવા સામે દાખલ અરજી પર સુપ્રિમ કોર્ટે સુનાવણી કરશે. આઇપીસીની ધારા 375ના અપવાદ 2 અને બીએનએસની ધારા 63માં જોગવાઇ છે કે જો પત્ની પુખ્ત છે તો પતિનો જબરદસ્તીથી સંબંધ બળાત્કાર નથી.
ત્રણ તલાકને પડકાર:- સુપ્રિમ કોર્ટે 2017માં ત્રણ તલાકની પ્રથાને ફગાવી દીધી હતી. તેમ છતાં આ પ્રથા અનેક સ્થળે ચાલુ હતી. સરકારે આ પ્રથા રોકવા કાયદો બનાવ્યો હતો. જેને સુપ્રિમ કોર્ટમાં પડકારાયો હતો.
ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર થશે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટે બનાવવામાં આવેલ કાયદાને પડકારતી અરજી પર સુનાવણી થશે. કોર્ટે કેન્દ્રને અને ચૂંટણી પંચને આ મામલે જવાબ આપવાનું કહ્યું છે.
દિલ્હીમાં સર્વિસીઝ એક્ટનો મામલો
દિલ્હીમાં સર્વિસીઝ સાથે જોડાયેલ કેન્દ્રના કાયદાને પડકારતી અરજી પર પણ સુપ્રિમ કોર્ટે સુનાવણી કરવાની છે. ખરેખર તો સરકારે કાયદો ઘડીને સર્વિસીઝનો કંટ્રોલ એસજીના હાથમાં આવ્યો હતો. આ કાયદાને દિલ્હીની કેજરીવાલની સરકારે પડકાર્યો હતો.
મની લોન્ડ્રીંગ એક્ટનું પરિક્ષણ
મની લોન્ડ્રીંગ એક્ટની જોગવાઇને પડકારતી દાખલ રિવ્યુ પિટિશન પર નવા વર્ષમાં જ સુપ્રિમ કોર્ટ સુનાવણી કરશે. કોર્ટે પીએમએલએ એક્ટની જોગવાઇને પડકારતી અરજી 2022માં ફગાવી હતી. ત્યારબાદ રિવ્યુ પિટીશન આવી કોર્ટે કહ્યું હતું કે આરોપીની ધરપકડ સમયે તેને ઇસીઆઇઆર આપવાની અનિવાર્યતા નથી. આરોપી પર નિર્દોષ સાબિત કરવાનો બોજ નાખવામાં આવતી જોગવાઇને બીજીવાર જોવાની જરૂર છે.