નવી દિલ્હી
વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હી પર આજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવેશ વર્માએ પોતાના ટેકેદારો સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
હોટ સીટ ગણાતી દિલ્હીની બેઠક પર કોંગ્રેસે દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને ટિકિટ આપીને દિલ્હીની સીટ પર ત્રિપાંખિયો જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે. આવો જ ત્રિપાંખિયો જંગ કાલકાજી બેઠક પર લડાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી આતીશી, ભાજપના રમેશ બિધુડી અને કોંગ્રેસના અલકા લાંબા લડી રહ્યા છે.
આજે ઉમેદવારીપત્ર ભરતા પહેલા બંને નેતાઓ અરવિંદ કેજરીવાલ અને પ્રવેશ વર્માએ વાલ્મીકી મંદિરમાં પુજા કરી હતી. બાદમાં ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચ્યા હતા.
નામાંકન પહેલા કેજરીવાલ અને વર્માએ પદયાત્રા કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યુ હતું. બંને નેતાઓએ સંદેશ આપવાની કોશીશ કરી હતી કે જનતા તેમની સાથે છે ભીડ કોની સાથે વધુ છે તે કહેવું મુશ્કેલ હતું.