Stock Today

આઈપીઓ મારફત પ્રાઈમરી માર્કેટ મારફત વિક્રમી રૂ. 1.19 લાખ કરોડ ઊભા કરાયા

મુંબઈ : સ્વિગી તથા એસીએમઈ સોલારના જાહેર ભરણાની સફળતા બાદ વર્તમાન કેલેન્ડર વર્ષમાં દેશની પ્રાઈમરી માર્કેટ મારફત ભંડોળ ઊભા કરવાની માત્રામાં નવો રેકોર્ડ જોવાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  ૨૦૨૧માં  ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મારફત  ઊભા કરાયેલા રૂપિયા ૧.૧૮ લાખ કરોડના વિક્રમી આંકને પાર કરી ૨૦૨૪માં  અત્યારસુધીમાં  આઈપીઓ મારફત રૂપિયા ૧.૧૯ લાખ કરોડ (૧૪ અબજ ડોલર) ઊભા કરાયા છે. 

૨૦૨૪ને સમાપ્ત થવાને હજુ ૫૦ દિવસની વાર છે ત્યારે આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવાની માત્રા નોંધપાત્ર ઊંચી જોવા મળશે એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.

વર્તમાન વર્ષમાં ભારતમાં આઈપીઓ મારફત ઊંભી કરાયેલી રકમ વૈશ્વિક સ્તરે બીજી મોટી છે. અમેરિકામાં વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૨૬.૩૦ અબજ ડોલર ઊભા કરાયા છે જ્યારે ૧૦.૭૦ અબજ ડોલર સાથે ચીન બીજા ક્રમે છે. ભારતના શેરબજારમાં સેકન્ડરી બજારમાં ઊંચા મૂલ્યાંકનો તથા સંસ્થાકીય રોકાણકારો પાસે વિપુલ માત્રામાં વધારાની કેશને કારણે પ્રાઈમરી બજારમાં નોંધપાત્ર નાણાં ઠલવાઈ રહ્યા છે, રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.

ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો ઉપરાંત વિદેશી ફન્ડ હાઉસો પણ ભારતની પ્રાઈમરી બજારમાં નાણાં ઠાલવી રહ્યા છે જો કે વિદેશી ફન્ડોની સેકન્ડરી બજારમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોએ વર્તમાન વર્ષમાં પ્રાઈમરી બજારમાં રૂપિયા ૮૭૦૦૦ કરોડ જેટલું રોકાણ કર્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top