અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા સેંકડો ગુજરાતીઓ માટે, વધુ સારા જીવનની શોધ ભયાવહ સંઘર્ષમાં ફેરવાઈ ગયું છે.વેતન ઘટાડવાની સાથે, કોઈ કાનૂની સુરક્ષા તેઓને મળતી નથી અને સ્થાનિકો સાથે વધતી દુશ્મનાવટ તેમનાં માટે રોજિંદા યુદ્ધ સમાન બની ગયું છે. 33 ગુજરાતીઓને તાજેતરમાં દેશનિકાલથી ઘણાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં છે. તેઓને ભય સતાવે છે કે તેઓ હવે યુએસમાં રહી શકશે કે નહિ.
એક વ્યક્તિ અને બેનાં પિતા, તેની પત્ની અને બે નાના બાળકો સાથે છેલ્લાં નવ મહિનાથી કેલિફોર્નિયામાં ગેરકાયદેસર રીતે જીવે છે. તે ગુજરાતી માલિક દ્વારા સંચાલિત કરિયાણાની દુકાનમાં કામ કરે છે. પરંતુ જેમ જેમ યુ.એસ. અધિકારીઓ ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગેનાં તેમનાં ત્રાસને વધુ તીવ્ર બનાવે છે, તેમ તેમ તેમને ભય લાગી રહ્યો છે.
તેમણે કહ્યું કે”અમે કેનેડાથી યુ.એસ. માં પ્રવેશ્યાં, અને મારાં એજન્ટે મને વચન મુજબ નોકરી આપી હતી. પરંતુ હવે, મારા એમ્પ્લોયર, જે મારા વતન કલોલના છે, તેણે મારા વેતનને 10 ડોલરથી ઘટાડીને માત્ર 4 ડોલર કરી દીધું છે. તેમણે કહ્યું કે મારું કુટુંબ અને હું સ્ટોરની અંદર જ સૂઈએ છીએ. તેમણે કહ્યું કે આ અમાનવીય છે પરંતુ મારી પાસે કોઈ રસ્તો નથી.”
લશ્કરી વિમાનો પર 33 ગુજરાતી સહિતનાં 103 ભારતીયોનાં તાજેતરનાં દેશનિકાલથી, યુ.એસ.માં બિનદસ્તાવેજીકૃત ભારતીય સમુદાયને હાલ ડર સતાવી રહ્યો છે. યુ.એસ.માં ગુજરાતી સમુદાયનાં એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સે લાંબા સમયથી સસ્તા મજૂર તરીકે અહીં કામ કરી રહ્યાં છે. “તેમાંનાં મોટાભાગનાને યુ.એસ. માં પ્રવેશતાં પહેલાં તેમનાં બધાં દસ્તાવેજોનો નાશ કરવાની સલાહ આપવામાં આવે છે.
તેથી, જો તેઓ પાછા ફરવા માંગતા હોય તો પણ તેમની પાસે ઓળખનો કોઈ પુરાવો રહેતો નથી. જે લોકો દેશનિકાલ થયાં હતાં તે ભાગ્યશાળી છે.તેઓ ભારતમાં તો પહોંચ્યા અહીં હજારો ફસાયેલાં છે, તેઓ તે સાબિત કરવામાં અસમર્થ છે કે તેઓ ભારતનાં છે
અન્ય એક વ્યક્તિ જે આણંદનો રહેવાસી છે અને બે વર્ષથી શિકાગોમાં રહે છે, તેને જમીનનાં વિવાદમાં તેનાં સંબંધીઓએ તેને જો પાછો ફરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો દાવો કર્યા પછી તે યુએસમાં આશ્રયની રાહ જુએ છે.
તેમણે કહ્યું કે “મારો કેસ બાકી હોવા છતાં, હું એક આઉટકાસ્ટ જેવો અનુભવ કરું છું. સ્થાનિકો હવે મને સમસ્યા તરીકે જુએ છે, અને મને ત્રાસ આપે છે, કેટલીકવાર મને દેશ છોડી જવાની ધમકી પણ આપે છે.”
ગુજરાતી સમુદાયનાં ફ્લોરિડા સ્થિત સભ્યએ જણાવ્યું હતું કે દેશનિકાલ એક વેક-અપ કોલ હતો. ઘણાને તેમની નોકરી ગુમાવવાનો ડર હોય છે. તેમણે કહ્યું કે આગળનાં દિવસો અમેરિકામાં અનિશ્ચિત લાગે છે.”