અમદાવાદમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા પોલીસ કમિશ્નર મોડે મોડે કડક બન્યા છે. વધુ એક પીઆઈ સસ્પેન્ડ થયા છે. એલિસબ્રિજ પીઆઈને પોલીસ કમિશ્નર જી એસ મલિકે સસ્પેન્ડ કર્યા છે. એલિસબ્રિજમાં બે દિવસ પૂર્વે થયેલ ફાયરિંગ અને અગાઉ 14મીએ વ્યક્તિ પર થયેલ હુમલામાં ઢીલી કામગીરી બદલ પોલીસ કમિશ્નરની કાર્યવાહી સામે આવી છે.
ગત 14 મી એ પણ બદાજી છનાજી મોદી પર ચપ્પા થી જીવલેણ હુમલો થયો હતો. CCTV ફૂટેજ હોવા છતાં એલિસબ્રિજ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા પોલીસ કમિશ્નર દ્વારા એલિસબ્રિજ PI બી ડી ઝીલરીયા ને સાંજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
પરંતુ આ પૂર્વે પોલીસ. કમિશ્નર જી એસ મલિક દ્વારા પત્રકાર પરિષદમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મામલે એલિસબ્રિજ પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી હતી અને આરોપીઓને શોધવાની કોશિશ કરી હતી.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે PIને સસ્પેન્ડ કર્યા છે. બે દિવસ પહેલા થયેલા ફાયરિંગના કેસમાં ઢીલી કામગીરી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. એલીસબ્રીજના PI બી.ડી. ઝીલરીયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા પોલીસ કમિશનરનું કડક વલણ સામે આવ્યું છે.
બીજી તરફ અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથકના PI ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PI એસ એ પટેલ સસ્પેન્ડ થયા છે. ગઈ કાલે બનેલ હત્યાના બનાવ બાદ DCP ઝોન 6 ના રિપોર્ટ બાદ પોલીસ કમિશ્નર જી એસ મલિકે આદેશ આપ્યા હતા. પોલીસ કમિશ્નર જી એસ મલિક દ્વારા PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
અમદાવાદમાં 2 વર્ષમાં થયેલા ગંભીર ગુના | |||
ગુનાનો પ્રકાર | વર્ષ 2023 | વર્ષ 2024 | ટકાવારી |
ખૂન | 97 | 73 | 24.07 ટકા |
ખૂનની કોશિશ | 92 | 74 | 19.92 ટકા |
લૂંટ | 120 | 96 | 21.30 ટકા |
ઘરફોડ ચોરી | 4427 | 3,150 | 28.08 ટકા |
ઠગાઈ | 420 | 384 | 9.38 ટકા |
સાઈબર ફ્રોડ | 251 | 119 | 30.05 ટકા |