
નવી દિલ્હી – અદાણી પાવરને સોમવારે નાદારીની કાર્યવાહી હેઠળની વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ (વી.આઈ.પી.એલ.) હસ્તગત કરવા માટે લેણદારોની સમિતિ પાસેથી મંજૂરી મળી હતી. વી.આઈ.પી.એલ. મહારાષ્ટ્રનાં નાગપુરમાં એમ.આઈ.ડી.સી. ઔદ્યોગિક વિસ્તાર, બુટીબોરી ખાતે 2×300 મેગાવોટ (600 મેગાવોટ) ના થર્મલ પાવર પ્લાન્ટની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.
અદાણી પાવરની સમાધાન યોજનાનું અમલીકરણ એલ.ઓ.આઈ. (આશય પત્ર) ની શરતો અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, મુંબઈ સહિત જરૂરી મંજૂરીઓને આધિન છે. “કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળની કંપની વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવરની લેણદારોની સમિતિ (COC) એ અદાણી પાવર દ્વારા રજૂ કરવામાં આવેલી રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી. આ સંબંધમાં, એપીએલને 24 ફેબ્રુઆરી, 2025ના રોજ રિઝોલ્યુશન પ્રોફેશનલ તરફથી આશય પત્ર મળ્યો છે. ફાઇલિંગમાં સંપાદનનું મૂલ્ય જાહેર કરવામાં આવ્યું નથી.