કલાકના 185 કિલોમીટરની ઝડપે ઉડાન ભરવામાં સક્ષમ
♦ ડ્રોનના અપગ્રેડેડ વર્ઝન 500થી 1000 કિમીનું અંતર કાપી શકે છે
♦ તે આકાશમાં નવ કલાક સુધી રહી શકે છે, દિવસ અને રાત આખો સમય કામ કરે છે.
♦ પોતાની સાથે 32 કિલો હથિયાર લઈ જવા માટે સક્ષમ
આ હારોપ ડ્રોનને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝે વિકસિત કર્યું છે. આ ડ્રોન સર્વેલન્સ અને ચોકસાઇપૂર્વકના હુમલા બંને માટે સક્ષમ છે, જે તેને લશ્કરી કાર્યવાહીમાં અસરકારક શસ્ત્ર બનાવે છે.
હારોપ ડ્રોનને ’ફાયર એન્ડ ફોરગેટ’ મિસાઇલ પણ કહેવામાં આવે છે, કારણ કે આ ડ્રોન હુમલો કર્યા બાદ નષ્ટ થઇ જાય છે. ભારતે વર્ષ 2000માં તેને ઈઝરાયેલ પાસેથી ખરીદી હતી.
સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં સક્ષમ
હારોપ ડ્રોન મુખ્યત્વે દુશ્મન રડાર સિસ્ટમ્સ અને એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન અસલમાં ’દુશ્મન એર ડિફેન્સનું દમન’ મિશન માટે બનાવવામાં આવ્યું છે.
લાંબા સમય સુધી ઉડી શકે છે
હારોપ ડ્રોન લાંબા સમય સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવે છે. તે નિયુક્ત વિસ્તાર પર ઉડે છે અને દુશ્મનના રડાર સંકેતોને શોધી કાઢે છે અને પછી આપમેળે અથવા ઓપરેટરના આદેશ પર લક્ષ્ય પર હુમલો કરે છે. આ ડ્રોન તેના ટાર્ગેટ પર ડાઇવ લગાવીને હુમલો કરે છે. જેના કારણે લક્ષ્યને ભારે નુકસાન થાય છે.
એન્ટિ-રેડિએશન (એઆર) સીકરથી સજ્જ
હારોપ ડ્રોન એન્ટી રેડિએશન (એઆર) સીકરથી સજ્જ છે. તે રેડીયેશન ઉત્સર્જિત કરતા સ્ત્રોતો, ખાસ કરીને રડારને શોધી શકે છે.
ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સરથી સજ્જ
હારોપ ડ્રોન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર્સથી સજ્જ છે. જે વીડિયો ફીડ દ્વારા ઓપરેટરને લાઇવ ફીડ આપે છે. તેમાં જીપીએસ હોય છે. આઈએનએસ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આનાથી ઓપરેટર લક્ષ્ય પસંદ કરી શકે છે અથવા તેને આપમેળે કાર્ય કરવા માટે સેટ કરી શકે છે.
ડ્રોનને 23 કિલો હાઈ-એક્સપ્લોઝિવ વોરહેડથી સજ્જ કરી શકાય છે. તેને ગ્રાઉન્ડ બેઝ્ડ લોન્ચર અથવા કેનિસ્ટર આધારિત સિસ્ટમથી લોન્ચ કરી શકાય છે. તેને ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનથી મોબાઇલ લોન્ચર દ્વારા લોન્ચ કરી શકાય છે.