વિધાનસભામાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી અને વિમાન અકસ્માતમાં પ્રાણ ગુમાવનારને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીની સ્મૃતિવંદના માટે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દિવંગત શ્રી વિજયભાઈના ધર્મપત્ની શ્રીમતિ અંજલિબેન તથા પુત્ર ઋષભ સહિત શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી.
વિધાનસભા ખાતે આજે યોજાયેલી PACની બેઠકમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલ હતી