બાંગ્લાદેશ બાદ વધુ એક દેશમાં તખ્તાપલટ થયો છે. સીરિયામાં ગઈકાલે થયેલા તખ્તાપલટ બાદ દેશના રાષ્ટ્રપતિ બશર અલ અસદ સીરિયાને છોડીને રશિયામાં શરણ લીધુ છે જેને લઈને મિડલ ઈસ્ટના રાજકારણ પર ઉંડો પ્રભાવ પડવાનું અનુમાન છે.હાલ સિરીયાની હાલત બદતર થઈ ગઈ છે. દેશનાં મોટાભાગમાં અને રાજધાની સહીત મોટા શહેરો પર હવે જેહાદી વિદ્રોહીનો કબ્જો થઈ ગયો છે.
વિદ્રોહી દ્વારા દેશ છોડવા માટે સંસદના મજબુર થવાના કલાકોમાં અમેરિકાએ રવિવારે સીરિયાનાં આઈએસઆઈએસનાં ડઝનબંધ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું કે અમને એ વાતની સ્પષ્ટ જાણકારી છે કે ઈસ્લામીક સ્ટેટ ચરમપંથી સમુહ કે જે આઈએસ તરીકે પણ જાણીતુ છે. સીરિયામાં ખુદને ફરી સ્થાપિત કરવા માટે તમામ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશીશ કરશે પણ અમે એવુ નહીં થવા દઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની સેનાએ રવિવારે સીરિયામાં આઈએસઆઈએસ વિરૂધ્ધ હુમલા કર્યા હતા જેની પુષ્ટી અમેરીકી સેનાએ કરી હતી કે તમેના લડાયક વિમાનોએ ઈસ્લામીક સ્ટેટનાં આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઈસ્લામીક ટુકડીનાં લડાયકો સાથે લડવા માટે અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશીયામાં લગભગ 900 સૈનિકોની તૈનાતી કરી છે.
બાઈડને જણાવ્યું હતું કે અસદ શાસનનું પતન ન્યાયનું એક મૌલીક કાર્ય છે. આ સીરિયાનાં લાંબા સમયથી પીડીત લોકો માટે ઐતિહાસીક અવસર છે. સીરીયાનાં પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ અલ અસદ અને તેમનો પરિવાર કથીત રીતે મોસ્કો પહોંચ્યો છે તેમને રશીયન રાષ્ટ્રપતિ પુતિને શરણ આપી છે.
સીરીયામાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્રોહી જુથો અને સેના વચ્ચે કબજાને લઈને લડાઈ ચાલતી હતી આખરે સરકાર ઈસ્લામવાદી હયાત અલ શામ સમુહ (એચટીએચ) સમુહ દ્વારા અસલ પરિવારની પાંચ દાયકાથી વધુ શાસનનો પડકાર આપવાના 11 દિવસ બાદ અસદની સરકાર ભાંગી પડી હતી. વિદ્રોહી લડાયકોએ રાજધાની દમિશ્ક પર પોતાનો કબજો કરી લીધો હતો તેઓ માર્ગો પર ગોળીબાર કરીને જીતનો ઉત્સવ ઉજવી રહ્યા છે.
મુખ્ય વિદ્રોહી કમાન્ડર અબુ મોહમ્મદ અલ ગોલાનીએ દમિશ્કમાં જન સમુહને સંબોધનમાં જણાવ્યુ હતું કે મારા ભાઈઓ આ મહાન જીત બાદ પુરા ક્ષેત્રમાં એક નવા ઈતિહાસ લખાવવા જઈ રહ્યો છે.