મણિપુરમાં વરસાદે તબાહી મચાવી છે. પૂરની સ્થિતિમાં 19 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ સત્તાવાર માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસમાં સતત વરસી રહેલા અનારાધાર વરસાદના કારણે પૂર આવતાં 32 લોકોના મોત થયા છે, 3365 ઘર તણાયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈમ્ફાલના પૂર્વીય જિલ્લામાં અનેક રાહત શિબિર કેમ્પ શરુ કરવામાં આવ્યા છે.
વરસાદના કારણે મણિપુરના સેનાપતિ જિલ્લાની સાથે સાથે ઈમ્ફાલના પૂર્વીય જિલ્લા હિનગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ નુકસાન થયું છે. તદુપરાંત આસામ, સિક્કમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પણ મૂશળધાર વરસાદ, પૂર, અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે.સિક્કિમમાં ફસાયેલા પર્યટકોને પોલીસ, સ્થાનિકો, વન કર્મીઓ અને લાચુંગ હોટલ ઍસોસિએશન દ્વારા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 32 લોકોના મોત થયા છે. લાચુંગ હોટલ ઍસોસિએશનના અધ્યક્ષ ગ્યાત્સો લાચુંગપા સ્થાનિક પ્રશાસનના સહયોગમાં અટવાયેલા લોકોને બહાર સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે.