દેશની બેકિંગ સિસ્ટમમાં તથા શહેરોથી ગ્રામ્યસ્તર સુધી મોટી ભૂમિકા ભજવતી છ સહકારી બેંકો વધુને વધુ સક્ષમ- સ્માર્ટ બની રહ્યાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 2023-24ના રીપોર્ટ પરથી સુચવાય છે.
ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનની યાદી મુજબ વર્ષ દરમ્યાન અર્બન બેન્કોની કુલ એસેટ અને લાયબીલીટી વધીને રૂા.7,08,000 કરોડ થઇ છે જે આ સેકટરની ઉપયોગીતા, છેવાડા લોકો માટેની બેન્કીંગ અને તેમનો ફાયનાન્સીયલ સિસ્ટમમાં સમાવેશ માટેની અર્બન કો-ઓપ., બેન્કીંગ સેકટરની જરૂરીયાત અને મહતા દર્શાવે છે.
બેન્કોના રીઝર્વમાં 13.45%નો ઉછાળો જોવા મળ્યો છે જે અર્બન બેન્કોની પ્રોફીટેબીલીટી અને આંતરીક મુડી વધારવાની ક્ષમતામાં વધારો થઇ રહ્યો છે. તેમજ અર્બન બેન્કોની થાપણમાં 4.12% વૃધ્ધિ તે રૂા. 5,55,469 કરોડ થઇ છે જે સહકારી બેન્કોમાં લોકોનો વિશ્વાસ વધતો જાય છે તે સ્પષ્ટપણે જોવા મળે છે.
સહકારી બેન્કો અન્ય બેન્કોમાંથી જે લોન લે છે તેમાં પણ 13.8%નો ઘટાડો થયો છે જે દર્શાવે છે કે સહકારી બેન્કો પાસે પુરતી છે. અન્ય બેન્કો ઉપર આધાર રાખવો પડતો નથી. મુડી પ્રર્યાપતા રેશિયો પણ 2.78%નો વધારો દર્શાવે છે. સહકારી બેન્કોના નાના નાના વેપારીઓ અને ખજખઊ ને વધુ પ્રમાણમાં લોન આપી રહ્યા છે જેને કારણે તેના ધિરાણમાં 4.07% વધારો જોવા મળ્યો છે.
સહકારી બેન્કોનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલીયામાં પણ 1.65%ની વૃધ્ધિ થઇ છે. ભારતમાં કુલ 49 શિડયુલ્ડ અર્બન બેન્કો છે અને 1423 પ્રાયમરી અર્બન કો-ઓપ. બેન્કો છે. જે છેવાડાના લોકો સુધી બેન્કીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી લોકોને દેશની ફાઇનાન્સીયલ સિસ્ટમમાં જોડે છે.
રાષ્ટ્રની સહકારી બેન્કો વધુને વધુ આત્મનિર્ભર બની રહી છે અને ફાયનાન્સીયલ સિસ્ટમો તેની ઉપયોગીતાને સાર્થક કરી રહી છે. તેમ છતાં ટેકનોલોજીના પડકારો તેના માટે મુખ્ય અગત્યનો વિષય બની રહ્યા છે.