નવી દિલ્હી: ઓપરેશન સિંદુર અંગે સંસદનું ખાસ સત્ર બોલાવીને વ્યાપક ચર્ચાની વિપક્ષની માંગ વચ્ચે આજે સરકારે સંસદના ચોમાસુ સત્રની તારીખો નિશ્ચિત કરી છે. સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરણ રિજજુએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, સંસદનું ચોમાસુ સત્ર તા.21 જુલાઈથી શરૂ થશે.
તા.12 ઓગષ્ટ સુધી ચાલશે અને તેમાં સરકાર અનેક મહત્વના ખરડામાં રજુ કરશે. જયારે તેઓને પહેલગામ હુમલાની ઓપરેશન સિંદુર મુદે ચર્ચા થશે કે તેનો જવાબ આપતા શ્રી રીત્જુએ કહ્યું કે નિયમ મુજબ જે કંઈ ચર્ચા શકય હશે તે તમામ ચર્ચા માટે સરકાર સંમત છે.
સરકારે આ રીતે ખાસ સત્ર બોલાવવાની વિપક્ષની માંગણી પર ઠંડુ પાણી રેડી દીધુ છે અને હવે સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદુર અંગે વચ્ચેની શકયતાઓ દર્શાવી છે.
સંસદીય બાબતોની કમીટીની બેઠક આજે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંઘના અધ્યક્ષપદ હેઠળ મળી હતી. તેમાં આ નિર્ણય લેવાયો હતો. સંસદનું બજેટ સત્ર તા.4 એપ્રિલે પુરુ થયું હતું અને તા.22 એપ્રિલે પહેલગામ હુમલો થયો પછી વિપક્ષ સતત સંસદના ખાસ સત્રની માંગણી કરી રહ્યા છે.
ઓપરેશન સિંદુર મુદે પણ વિપક્ષો સતત આક્ષેપ કરે છે કે સરકારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ પાક સામેનુ યુદ્ધ અટકાવી દીધુ હતુ. ઉપરાંત આ યુદ્ધમાં ભારતે કેટલા યુદ્ધ વિમાનો ગુમાવ્યા તે પણ મુદો બન્યો છે.
તેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના વિધાનોથી વિવાદ વધ્યો હતો. જો કે સરકારે તે અંગે હજું મૌન જ રાખ્યુ છે. હવે સંસદમાં તે કઈ રીતે આ મુદો હેન્ડલ કરે છે તે જોવું રસપ્રદ બની જશે.